Gujarat News Today: આજે 16 એપ્રિલ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?
Gujarat News Today: 16 એપ્રિલ 2026 ના ગુજરાત (Gujarat) ના સમાચાર - :
Gujarat News Today: સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી (Local government elections) માં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે મતદાનના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગઈ કાલે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયા બાદ આજે તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોએ ડોર-ટુ-ડોર (Door-to-door) અને જંગી જનસંપર્ક પ્રચાર અભિયાન (Election Campaign) શરૂ કર્યું છે. ગાંધીનગર સહિત રાજ્યભરની સ્થાનિક સંસ્થાઓમાં આજે પ્રચારનો રંગ જામ્યો છે.
ગાંધીનગરમાં ગેટ 2026નું ઉદ્ઘાટન
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા આયોજિત ગેટ 2026 (GATE 2026) ના ઉદ્ઘાટન સમારોહમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હાજરી આપશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ (Helipad Ground) ખાતે આ ભવ્ય કાર્યક્રમ યોજાશે.
અમદાવાદમાં ક્રાઈમ કોન્ફરન્સ
અમદાવાદ શહેર પોલીસની આજે ક્રાઈમ કોન્ફરન્સ (Crime Conference) યોજાશે. આજે સવારે 8 કલાકે યોજાનારી આ બેઠકમાં પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર સહિત 8 ઝોનના ડીસીપી (DCP), એસીપી (ACP) અને પીઆઈ (PI) કક્ષાના અધિકારીઓ હાજર રહેશે. બીજી તરફ, ચાંદખેડામાં બાળકીના ભેદી મોત મામલે આજે એફએસએલ (FSL Report) આવવાની શક્યતા છે, જેના આધારે કેસમાં નવી અપડેટ મળી શકે છે.
કચ્છમાં વિકાસ સંકલ્પ સભા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે કચ્છની મુલાકાતે છે. તેઓ આજે સવારે 10 કલાકે માતાના મઢ (Matanamadh) ખાતે આશાપુરા માતાજીના દર્શન કરી 'વિકાસ સંકલ્પ સભા' (Vikas Sankalp Sabha) નો પ્રારંભ કરશે. ત્યારબાદ સવારે 11 કલાકે દયાપર ખાતે વિશાળ જનસભાને સંબોધશે.
છોટાઉદેપુર અને પંચમહાલમાં નાયબ મુખ્યમંત્રીનો પ્રવાસ
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે છોટાઉદેપુર અને પંચમહાલના પ્રવાસે છે. તેઓ છોટાઉદેપુરના બોડેલી (Bodeli) ખાતે ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે અને સમર કોમ્પ્લેક્સ ખાતે જનસભા સંબોધશે. આ ઉપરાંત, પંચમહાલના ટ્રાઈબલ બેલ્ટ (Tribal Belt) ગણતા ઘોઘંબા તાલુકામાં પણ તેઓ ચૂંટણી સભાને સંબોધન કરશે.
ખેડામાં પ્રચાર અને અનોખો વિરોધ
ખેડા જિલ્લામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા આજે સાંજે 4 વાગે રુદન સીટના સિહુંજ ગામે વીરેશ્વર મહાદેવના દર્શન કરી પ્રચારની શરૂઆત કરશે. બીજી તરફ, ફાગવેલ તાલુકાના ચીખડોલ સીટ પર અનોખો કિસ્સો જોવા મળ્યો છે. અહીં ગ્રામજનોએ ફરી કપડવંજ તાલુકામાં જોડાવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે, જેના કારણે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષના તમામ ઉમેદવારોએ ગઈ કાલે પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા.
નર્મદા અને બોટાદમાં પ્રચારનો પ્રારંભ
નર્મદા જિલ્લામાં ગઈ કાલે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે તમામ ઉમેદવારોને ચૂંટણી ચિહ્ન (Election Symbols) ફાળવી દેવામાં આવ્યા છે, જેના પગલે આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું છે. બોટાદમાં પણ આજે નગરપાલિકાના વોર્ડ નંબર 9 અને 11 માં મતદારોનો મિજાજ (Voters Mood) જાણવા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આગામી દિવસોમાં આ પ્રચાર અભિયાન વધુ તેજ બને તેવી પૂરેપૂરી શક્યતા છે.
આ પણ વાંચો: Rashifal 16 April 2026: ગુરુવારે ગ્રહોનો મોટો ખેલ! આ 5 રાશિના જાતકોએ સંભાળવું પડશે!


