Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat News Today: આજે 17 એપ્રિલ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat News Today: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને (Local Body Elections) લઈને રાજકીય માહોલ ગરમાયો છે. એક તરફ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓ મેદાને ઉતર્યા છે, તો બીજી તરફ વહીવટી પ્રક્રિયાઓ અને સામાજિક મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શનનો દોર પણ શરૂ થયો છે.
gujarat news today  આજે 17 એપ્રિલ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

Gujarat News Today: 17 એપ્રિલ 2026 ના ગુજરાત (Gujarat) ના સમાચાર - :

Gujarat News Today: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને (Local Body Elections) લઈને રાજકીય માહોલ ગરમાયો છે. એક તરફ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓ મેદાને ઉતર્યા છે, તો બીજી તરફ વહીવટી પ્રક્રિયાઓ અને સામાજિક મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શનનો દોર પણ શરૂ થયો છે. શિક્ષણ ક્ષેત્રે જીકાસ પોર્ટલની (GCAS Portal) ખામીઓ સામે વિદ્યાર્થી સંગઠનો આક્રમક મૂડમાં છે, જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પોલીસ વડા દ્વારા મહત્વની વિગતો જાહેર કરવામાં આવનાર છે.

Advertisement

ગાંધીનગર (Gandhinagar)

શિક્ષણ વિભાગમાં રજૂઆત: કોમન એડમિશન પોર્ટલ જીકાસ (Common Admission Portal) પર ગત વર્ષે વિદ્યાર્થીઓને પડેલી મુશ્કેલીઓને ધ્યાને રાખીને ABVP ના કાર્યકર્તાઓ આવતીકાલે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરશે.

Advertisement

બજરંગ દળનું વિરોધ પ્રદર્શન: મહારાષ્ટ્રના નાસિકમાં TCS કંપનીમાં બનેલી કથિત ધર્માંતરણની (Proselytization) ઘટનાના વિરોધમાં બજરંગ દળ દ્વારા ગાંધીનગરમાં પૂતળાદહન (Effigy burning) અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાશે.

પોલીસ વડાની પ્રેસ કોન્ફરન્સ: રાજ્ય પોલીસ વડા (DGP) દ્વારા ચૂંટણી અનુસંધાને પાસા (PASA) હેઠળના કેસો, નાસતા ફરતા આરોપીઓની ધરપકડ અને પ્રોહીબિશનના ગુનાઓની આંકડાકીય માહિતી આપવામાં આવશે.

અમદાવાદ (Ahmedabad)

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા શુક્રવારથી રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓ પોર્ટલની નિષ્ફળતા સામે વિરોધ નોંધાવશે. તેમની માંગ છે કે પ્રવેશ પ્રક્રિયા (Admission Process) શરૂ થાય તે પહેલા ખામીઓ સુધારવામાં આવે અથવા પોર્ટલ બંધ કરવામાં આવે.

સાબરકાંઠા અને અરવલ્લી (Sabarkantha & Arvalli)

મુખ્યમંત્રીની મુલાકાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સાબરકાંઠામાં સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે.

વિકાસ સંકલ્પ યાત્રા: અરવલ્લીના નવરચિત સાઠંબા તાલુકામાં મુખ્યમંત્રી જાહેરસભા (Public Meeting) સંબોધશે અને જિલ્લા-તાલુકા પંચાયતના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર (Election Campaign) કરશે.

સુરેન્દ્રનગર (Surendranagar)

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે સાયલા ખાતે ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન (Office Inauguration) કરશે અને વિશાળ જનસભાને સંબોધન કરી ચૂંટણી માહોલ જમાવશે.

સુરત (Surat)

સુરત કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવ રેલી (Save Democracy Rally) કાઢવામાં આવશે. કોંગ્રેસનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા તેમના ઉમેદવારોને ડરાવી-ધમકાવી ફોર્મ પાછા ખેંચાવવામાં આવ્યા છે. આ સંદર્ભે કલેક્ટરને આવેદનપત્ર (Memorandum) સોંપવામાં આવશે.

ભાવનગર (Bhavnagar)

ગારિયાધાર જિલ્લા પંચાયતની વાવડી સીટ પર ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવામાં આવશે. આ બેઠક પરના રાજકીય માહોલ પર ખાસ નજર રહેશે.

નર્મદા (Narmada)

 નાંદોદ તાલુકાના વડિયા ગામે ભાજપ, કોંગ્રેસ અને આપ (AAP) વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. નોંધનીય છે કે આ બેઠક છેલ્લા 6 ટર્મથી ભાજપનો ગઢ રહી છે.

રાજકોટ (Rajkot)

રાજકોટ મહાનગરપાલિકાની (Municipal Corporation) ચૂંટણીમાં વોર્ડ નંબર 8 ના ઉમેદવારો આજે કંઈક અલગ અને અનોખી રીતે મતદારોને રિઝવવા માટે પ્રચાર કરશે.

આ પણ વાંચો:  Rashifal 17 April 2026: આજની અમાસ આ રાશિઓ માટે લાવશે મોટો બદલાવ, વાંચો વિગતવાર રાશિફળ

Tags :
Advertisement

.

×