Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat News Today: આજે 18 એપ્રિલ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat News Today: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો (Local Body Elections) જંગ બરાબર જામ્યો છે, ત્યારે રાજ્યના રાજકીય વાતાવરણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી આચારસંહિતાના કડક અમલ માટે જાહેરનામું બહાર પાડી જાહેર મિલકતો પર પોસ્ટર લગાવવા પર પ્રતિબંધ (Prohibition) લાદવામાં આવ્યો છે.
gujarat news today  આજે 18 એપ્રિલ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

Gujarat News Today: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો (Local Body Elections) જંગ બરાબર જામ્યો છે, ત્યારે રાજ્યના રાજકીય વાતાવરણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી આચારસંહિતાના કડક અમલ માટે જાહેરનામું બહાર પાડી જાહેર મિલકતો પર પોસ્ટર લગાવવા પર પ્રતિબંધ (Prohibition) લાદવામાં આવ્યો છે, તો બીજી તરફ મુખ્યમંત્રી (Chief Minister) અને ગૃહ રાજ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓ બનાસકાંઠા, તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં વિજય સંકલ્પ સભાઓ ગજવી રહ્યા છે. આ ચૂંટણીમાં ક્યાંક અનોખા ઉમેદવારોની પસંદગી તો ક્યાંક મોંઘીદાટ ગાડીઓ દ્વારા થતો પ્રચાર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જ્યારે સુરત અને ખેડા જેવા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન અને સંવેદનશીલ ઘટનાઓને પગલે પોલીસ તેમજ વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.

ગાંધીનગર (Gandhinagar) ના જિલ્લા કલેકટરનું જાહેરનામું, ચૂંટણી પ્રચારના નિયમોમાં ધરખમ ફેરફાર

ગાંધીનગર (Gandhinagar) જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જંગમાં જિલ્લા વહીવટી તંત્રએ (District Administration) ચૂંટણી પ્રચારના નામે થતા જાહેર મિલકતોના બગાડ અને કાયદાના ઉલ્લંઘન સામે લાલ આંખ કરી છે. ગાંધીનગરના જિલ્લા કલેકટરે (District Collector) જાહેરનામું બહાર પાડીને ચૂંટણી પ્રચારના નિયમોમાં ધરખમ ફેરફાર કર્યા છે. સામાન્ય રીતે ચૂંટણીઓ આવતા જ શહેરની દીવાલો પોસ્ટરોથી ભરાઈ જતી હોય છે, પરંતુ આ વખતે સરકારી મકાનો, રોડ-રસ્તા, ટેલિફોન અને ઈલેક્ટ્રિક થાંભલા (Electric Poles), એસ.ટી. બસ સ્ટોપ કે સરકારી વાહનો પર લખાણ લખવા કે પોસ્ટર ચોંટાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ (Complete Ban) લાદવામાં આવ્યો છે.

Advertisement

શિક્ષણ વિભાગ (Education Department)

રાજ્યમાં ધોરણ 12 ની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે પ્રવેશ કાર્યવાહી (Admission Process) માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. ધોરણ 12 પછી રાજ્યની અલગ-અલગ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ સંદર્ભે આજે રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ (Education Secretary) સાથે વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓની (Vice Chancellors) એક ઓનલાઇન બેઠક મળવાની છે. આ બેઠકમાં આગામી વર્ષના એડમિશન રોડમેપ અંગે ચર્ચા કરવામાં આવશે.

Advertisement

બનાસકાંઠા (Banaskantha)

બનાસકાંઠા જિલ્લામાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) વિવિધ સ્થળોએ ચૂંટણી પ્રચારની કમાન સંભાળશે.

ઢીમા (Dhima): મુખ્યમંત્રી આજે સવારે 10 વાગ્યે ઢીમા પહોંચશે, જ્યાં તેઓ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે જનસભા સંબોધશે. ત્યારબાદ થરાદ (Tharad) ખાતે તેઓ મહિલાઓ સાથે વિશેષ સંવાદ કરશે.

ડીસા (Deesa): આજે બપોરે 3 વાગ્યે મુખ્યમંત્રી ડીસાના કંસારી (Kansari) ખાતે જંગી જાહેર સભાને સંબોધિત કરશે.

પાલનપુર (Palanpur): બીજી તરફ પાલનપુર નગરપાલિકાના કેટલાક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ-છ વર્ષથી રજૂઆતો કરવા છતાં પ્રશ્નો ઉકેલાયા ન હોવાથી સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કાર (Election Boycott) કરવાની ચીમકી ઉચ્ચારી છે.

તાપી (Tapi)

તાપી જિલ્લામાં ભાજપ દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Dycm Harsh Sanghavi) આજે તાપી જિલ્લાના પ્રવાસે છે. તેઓ ઉચ્છલ (Uchhal) અને વ્યારા (Vyara) ખાતે આયોજિત વિજય સંકલ્પ સભામાં હાજરી આપી કાર્યકરોમાં ઉત્સાહ પૂરશે.

નવસારી અને ડાંગ (Navsari & Dang)

ડાંગ: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે આહવા (Ahwa) ખાતે બિરસામુંડાની પ્રતિમાને હાર પહેરાવી ડાંગ જિલ્લામાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે અને જાહેર સભાને સંબોધશે.

નવસારી: પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) આજે નવસારી જિલ્લાની મુલાકાતે છે. તેઓ અહીં વિજય સંકલ્પ સભા ગજવશે અને સામાજિક તેમજ વ્યાપારી અગ્રણીઓ સાથે બેઠક યોજશે.

નર્મદા (Narmada)

રાજપીપલા (Rajpipla) નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે એક અનોખો પ્રયોગ કર્યો છે. વોર્ડ નંબર 5 માં કોંગ્રેસે એક એવા ફકીર (Fakir) વ્યક્તિને ટિકિટ આપી છે જે કબ્રસ્તાનમાં કબર ખોદવાનું કામ કરે છે. આધુનિક યુગમાં એન્ડ્રોઇડ ફોન પણ ન ધરાવતા આ ઉમેદવાર પોતાની પેનલ સાથે પ્રચારમાં ઉતરી જતાં આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે.

સુરત (Surat)

માંગરોળ: સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે માંગરોળ મામલતદાર કચેરી (Mamlatdar Office) ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવશે. ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયામાં લોકશાહીનું હનન થયું હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો વિરોધ નોંધાવશે.

આવેદન પત્ર: મહારાષ્ટ્રના નાશિકમાં એક કોર્પોરેટ કંપનીમાં થયેલી ધર્માન્તરણની ઘટનાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આજે સુરત કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે.

ખેડા (Kheda)

ખેડા તાલુકાના એક ગામમાં લવ જેહાદ (Love Jihad) જેવી સંવેદનશીલ ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે રેન્જ આઈજી (Range IG) અને જિલ્લા એસપી (District SP) સહિતનો કાફલો આજે ગામની મુલાકાત લેશે.

સુરેન્દ્રનગર (Surendranagar)

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Municipal Corporation) ની ચૂંટણીમાં પ્રચારના અનોખા રંગ જોવા મળી રહ્યા છે. વોર્ડ નંબર 13 ના ભાજપના ઉમેદવાર કુસુમબેન સોલંકીએ પોતાની કિંમતી ફોર્ચ્યુનર કાર (Fortuner Car) ને ભગવા રંગથી રંગી દીધી છે. કાર પર વડાપ્રધાન અને અન્ય નેતાઓના ફોટા તેમજ સ્લોગન લખવામાં આવ્યા છે, જે મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

આ પણ વાંચો:  Rashifal 18 April 2026: ગ્રહોની ખતરનાક ચાલ, શનિદેવની વક્રદ્રષ્ટિ આ રાશિઓને કરી દેશે પાયમાલ!

Tags :
Advertisement

.

×