Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat News Today: આજે 24 એપ્રિલ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat News Today: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે આજે પ્રચારનો અંતિમ દિવસ (Last Day of Campaigning) છે. આજે સાંજે 6 વાગ્યાથી જાહેર પ્રચાર પર પ્રતિબંધ લાગી જશે, જેના કારણે તમામ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
gujarat news today  આજે 24 એપ્રિલ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

Gujarat News Today: 24 એપ્રિલ 2026 ના ગુજરાત (Gujarat) ના સમાચાર - :

Gujarat News Today: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે આજે પ્રચારનો અંતિમ દિવસ (Last Day of Campaigning) છે. આજે સાંજે 6 વાગ્યાથી જાહેર પ્રચાર પર પ્રતિબંધ લાગી જશે, જેના કારણે તમામ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે સાંજ બાદ રેલી કે સભાઓ પર રોક લાગશે, જોકે ઉમેદવારો મર્યાદિત લોકો સાથે ડોર-ટૂ-ડોર સંપર્ક (Door-to-door contact) કરી શકશે. રાજ્ય ચૂંટણી પંચ (State Election Commission) દ્વારા મતદાનની તૈયારીઓ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતો આપવામાં આવશે.

Advertisement

ગાંધીનગર

ગાંધીનગર જિલ્લાની તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી માટે આજે પ્રચારનો છેલ્લો દિવસ હોવાથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. સુરક્ષા વ્યવસ્થા (Security Arrangements) અંગે જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા માહિતી આપવામાં આવશે. સાંજે 6 વાગ્યા પછી પ્રચારના પડઘમ શાંત (End of public campaigning) થતા જ વહીવટી તંત્ર મતદાનની આખરી તૈયારીઓમાં વ્યસ્ત થશે.

Advertisement

અમદાવાદ

અમદાવાદમાં પણ ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ખાસ કરીને ઓઢવ અને બાપુનગર વિસ્તારમાં ઉમેદવારો દ્વારા ભવ્ય રોડ-શો (Road Show) અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ (Ahmedabad Rural Police) પણ ૨૬ એપ્રિલના મતદાનને ધ્યાનમાં રાખીને સજ્જ છે. આજે જિલ્લા પોલીસ વડા બોપલ વિસ્તારના મતદાન કેન્દ્રો (Polling Stations) પર તૈયારીઓનું નિરીક્ષણ (Inspection) કરવા પહોંચશે.

પંચમહાલ

પંચમહાલ જિલ્લામાં વહીવટી તંત્ર ચૂંટણી માટે સંપૂર્ણ રીતે સજ્જ (Administrative Readiness) છે. ગોધરા ખાતે જિલ્લા સેવા સદન કચેરીમાં જિલ્લા ચૂંટણી અધિકારી (District Election Officer) અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક પ્રેસ કોન્ફરન્સ યોજાશે. જેમાં મતદાન જાગૃતિ (Voter Awareness) કાર્યક્રમો અને જિલ્લામાં કરવામાં આવેલી સુરક્ષા તેમજ વહીવટી વ્યવસ્થાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે.

નર્મદા

નર્મદા જિલ્લાના ચીકડા તાલુકાની બેઠક પર ભારે રસાકસી જોવા મળી રહી છે. અહીં આમ આદમી પાર્ટી (AAP) એ તાલુકા પ્રમુખની પત્નીને મેદાનમાં ઉતારતા ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે. સ્ટાર પ્રચારક (Star Campaigner) અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કાળઝાળ ગરમીને કારણે રાત્રિ પ્રચાર (Night Campaigning) અને ખાટલા બેઠક (Village Meetings) પર ભાર મૂક્યો છે. આ બેઠક જીતવા માટે ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.

મહિસાગર

મહિસાગરના લુણાવાડા તાલુકાના ડોકેલાવ ગામમાં મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. બારીયા અને નાયક ફળિયાના 200 થી વધુ મતદારોનું મતદાન મથક (Polling Booth) 2 કિલોમીટરને બદલે 8 કિલોમીટર દૂર ખસેડવામાં આવતા લોકોએ ચૂંટણી બહિષ્કાર (Election Boycott) કરવાની ચીમકી આપી છે. વહીવટી તંત્રને રજૂઆત કરવા છતાં નિર્ણય ન બદલાતા ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

સાબરકાંઠા

હિંમતનગર નગરપાલિકામાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં શહેર ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ બાઇક રેલી (Bike Rally) કાઢવામાં આવી છે. આ રેલી શહેરના વિવિધ વોર્ડમાં ભ્રમણ કરી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરશે. પ્રચારના અંતિમ કલાકોમાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Sabarkantha પદ્મશ્રી સુરેશભાઈ સોનીનું હૃદયરોગના હુમલાથી નિધન, ગુજરાતની સેવાકીય પ્રવૃત્તિઓને મોટી ખોટ

Tags :
Advertisement

.

×