Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat News Today: આજે 31મે 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat News Today: આજે 31 મે, 2026 ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓનો મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ IPL 2026 ની ફાઈનલ મેચને લઈને અમદાવાદમાં ઉત્સાહનો માહોલ છે, તો બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત, પવિત્ર અધિક માસની પૂનમ નિમિત્તે રાજ્યના વિવિધ યાત્રાધામોમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે.
gujarat news today  આજે 31મે 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

Gujarat News Today: આજે 31 મે, 2026 ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓનો મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ IPL 2026 ની ફાઈનલ મેચને લઈને અમદાવાદમાં ઉત્સાહનો માહોલ છે, તો બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત, પવિત્ર અધિક માસની પૂનમ નિમિત્તે રાજ્યના વિવિધ યાત્રાધામોમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે, જ્યારે રાજ્યના વિવિધ શહેરોમાં રાજકીય અને ગુનાહિત ઘટનાઓ પણ ચર્ચામાં છે.

અમદાવાદ (Ahmedabad)

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે IPL 2026 ની ફાઈનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે. RCB સતત બીજી વાર ટ્રોફી જીતવા માટે મેદાને છે, તો બીજી તરફ GT પોતાની બીજી ટ્રોફી ઘર આંગણે જીતવા આતુર છે. જોકે, આ રોમાંચક મેચ પર વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે, કારણ કે હવામાન વિભાગે થન્ડર એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરી છે, જે મેચમાં વિઘ્નરૂપ બની શકે છે.

Advertisement

અમદાવાદના ન્યૂ વાટવાના સાંતેજ હોમ્સ ખાતે 27 મેના રોજ ભરૂચના ઈમરાન સિંધા નામના વ્યક્તિનો બંધ ઘરમાંથી બાંધેલી હાલતમાં કોહવાયેલો મૃતદેહ મળી આવવાની ઘટનામાં આરોપીઓ પકડાયા છે, જે મામલે આજે પ્રેસ કોન્ફરન્સ યોજાશે.

Advertisement

અરવલ્લી (Aravalli)

આજે અધિક માસની પવિત્ર પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી (Shamlaji) ખાતે હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શને ઉમટશે. અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુના દર્શન અને પૂજનનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે આજે પૂનમની સાથે ભગવાન સન્મુખ 'આમ્ર મનોરથ' ઉજવવામાં આવશે, જેમાં જુદી જુદી પ્રકારની કેરીઓ ધરાવવામાં આવશે.

આ ઉપરાંત, આજે બાયડ (Bayad) ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો કાર્યક્રમ યોજાયો છે, જેમાં તેઓ કાર્યકરો સાથે સંવાદ, સંગઠનના નવા હોદ્દેદારો સાથે પરિચય, ટિફિન બેઠક અને ત્યારબાદ વડાપ્રધાનના 'મન કી બાત' કાર્યક્રમમાં હાજર રહેશે.

અંબાજી (Ambaji)

આજે પૂનમ નિમિત્તે શક્તિપીઠ અંબાજી મંદિરમાં સવારે 6 વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે અને મંદિરમાં ભારે ભીડ જોવા મળશે. મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. અમદાવાદના મેયર હિતેશ બારોટ આજે સવારે મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરશે અને તેમની સાથે દરિયાપુર (Dariapur) તથા પાલડી (Paldi) ના ધારાસભ્ય પણ હાજર રહેશે.

દ્વારકા (Dwarka)

આજે પુરુષોત્તમ માસની પૂનમના ખાસ દિવસને લઈ દ્વારકા યાત્રિકોથી ઉભરાઈ જશે. વહેલી સવારે ગોમતી નદી (Gomti River) માં સ્નાન કરીને શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે.

રાજ્યનું હવામાન (Gujarat Weather)

રાજ્યમાં મોડી રાત્રે વાવાઝોડાં સાથે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સહિતની સિસ્ટમ સક્રિય હોવાથી 1 જૂનથી રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો:  Gujarat Rain Forecast: સાવધાન! આગામી ત્રણ કલાકમાં આ વિસ્તારોમાં ભારે પવન સાથે તૂટી પડશે વરસાદ

Tags :
Advertisement

.

×