Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gujarat News: આજે 23 ફેબ્રુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat News: આજના દિવસના મહત્વના સમાચારમાં ગુજરાત વિધાનસભામાં 'વંદે માતરમ'ના 150 વર્ષ નિમિત્તે વિશેષ ચર્ચા, રાજકોટમાં આજી નદીના પટમાં યોજાનાર અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલેશન અને સહકારી ક્ષેત્રે બારડોલી સુગર ફેક્ટરીનો ઐતિહાસિક નિર્ણય મુખ્ય છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી દ્વારા પુસ્તક વિમોચન, તાપીમાં 'નમોત્સવ' કાર્યક્રમ અને રાજ્યના વિવિધ ભાગોમાં આયોજિત પત્રકાર પરિષદો અને વિરોધ પ્રદર્શનો પર સૌની નજર રહેશે.
gujarat news  આજે 23 ફેબ્રુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 23 ફેબ્રુઆરી 2026 ના દિવસે ગુજરાત (Gujarat) ના સમાચાર - :

Gujarat News: આજે ગુજરાતમાં ગાંધીનગર (Gandhinagar) ખાતે વિધાનસભામાં 'વંદે માતરમ' પર્વની ઉજવણી અને રાજકોટ (Rajkot) માં 1489 દબાણો દૂર કરવાનું મેગા ડિમોલેશન આકર્ષણનું કેન્દ્ર રહેશે. તાપી (Tapi) માં સાંઈરામ દવેનો 'નમોત્સવ' શો અને બારડોલી (Bardoli) સુગર મિલ દ્વારા ખેડૂતોને મફત ખાતરની ભેટ ચર્ચામાં છે, જ્યારે કચ્છ (Kutch) અને મૂળી (Muli) માં વિવિધ લોકપ્રશ્નો મુદ્દે વિરોધ પ્રદર્શનો યોજાશે.

Advertisement

રાજકીય અને સત્તાવાર કાર્યક્રમો

પુસ્તક વિમોચન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM bhupendra patel) સવારે 10:30 વાગ્યે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1 ખાતે 'વિશ્વરૂપે શ્રીલા પ્રભુપદા' પુસ્તકનું વિમોચન કરશે.

Advertisement

સ્વદેશી અભિયાન

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી મહિલાઓ દ્વારા નિર્મિત વસ્તુઓના વેચાણ મેળાનો આરંભ કરાવશે.

વિધાનસભા સત્ર

બપોરે 12 વાગ્યાથી ગૃહની કાર્યવાહી શરૂ થશે. જેમાં ઉર્જા, પંચાયત અને આરોગ્ય વિભાગના પ્રશ્નોની ચર્ચા બાદ, 'વંદે માતરમ'ના 150 વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી બિન-સરકારી સંકલ્પ રજૂ કરશે, જેના પર 90 મિનિટ સુધી ચર્ચા ચાલશે.

રાજકોટનું મેગા ડિમોલેશન (સૌરાષ્ટ્રનું સૌથી મોટું ઓપરેશન

રાજકોટ મનપા દ્વારા આજી નદીના પટ અને જંગલેશ્વર વિસ્તારમાં 1489જેટલા કાચા-પાકા દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવશે.21 જેસીબી, 26 ટ્રેક્ટર અને 150 થી વધુ મજૂરો તૈનાત છે. 1000 થી વધુ પોલીસ જવાન, SRPની 11 ટીમ અને ડ્રોન દ્વારા સમગ્ર કામગીરી પર નજર રાખવામાં આવશે.

કૃષિ અને સહકારી ક્ષેત્રનો ક્રાંતિકારી નિર્ણય

એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેક્ટરીએ ઇતિહાસમાં પ્રથમવાર ખેડૂતોને તેમના ઘરઆંગણે પ્રતિ એકર 10 ગુણી સેન્દ્રીય ખાતર વિનામૂલ્યે પહોંચાડવાનો નિર્ણય લીધો છે. જમીનની ફળદ્રુપતા બચાવવા માટે આ એક મહત્વનું પગલું ગણાઈ રહ્યું છે.

સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો

તાપી (સોનગઢ)

પ્રખ્યાત લોક સાહિત્યકાર સાંઈરામ દવે અને100 કલાકારોની ઉપસ્થિતિમાં પીએમ મોદીના જીવન પર આધારિત મેગા મલ્ટિમીડિયા શો 'નમોત્સવ' યોજાશે.

અંજાર

સચ્ચિદાનંદ મંદિરમાં સુંદરસાહેબ મહારાજના તિથિ ઉત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળશે.

નર્મદા

યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ હરસિદ્ધિ માતા મંદિર ટ્રસ્ટ અને હેરિટેજ સંરક્ષણ મુદ્દે પત્રકાર પરિષદ સંબોધશે.

વિરોધ અને આંદોલન

કચ્છ (પુનરાજપુર): GMDC પ્રોજેક્ટના વિરોધમાં ગામલોકો લખપતથી માતાના મઢ સુધી ટ્રેક્ટર રેલી યોજશે.

સુરેન્દ્રનગર (મૂળી): કોંગ્રેસ દ્વારા ખેત મજૂર અને આદિવાસીઓના હક્કો માટે 'ખેત મજૂર અધિકાર સભા'નું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંંચો :  Rashifal 23 February 2026 : મંગળ-રાહુનો ખતરનાક 'અંગારક યોગ', આ 4 રાશિઓ ખાસ સંભાળજો

Tags :
Advertisement

.

×