Gujarat News: આજે 24 ફેબ્રુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 24 ફેબ્રુઆરી 2026 ના દિવસે ગુજરાત (Gujarat) ના સમાચાર - :
Gujarat first : ગુજરાત (Gujarat) માં આજે રાજકીય અને કુદરતી એમ બંને મોરચે મહત્વની હલચલ જોવા મળશે. એક તરફ ગાંધીનગર (Gandhinagar) ખાતે વિધાનસભામાં વિવિધ વિભાગોની બજેટ માંગણીઓ પર ચર્ચા અને મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે, તો બીજી તરફ રાજ્યના વાતાવરણમાં પલટો આવતા અનેક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ રાજકોટ (Rajkot) માં ડિમોલિશનની કામગીરી અને વિવિધ પક્ષોની જનસંપર્ક યાત્રાઓથી રાજ્યનું રાજકારણ ગરમાયેલું રહેશે.
ગાંધીનગર (Gandhinagar) વિધાનસભામાં બે બેઠકો મળશે
પ્રથમ બેઠક (સવારે 9:00): મહેસુલ, કૃષિ, આરોગ્ય અને નર્મદા (Narmada) જેવા મહત્વના વિભાગોની માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે.
બીજી બેઠક (બપોરે 2:30): પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત થશે. જેમાં મુખ્યમંત્રી હસ્તકના વિભાગો, ઉદ્યોગ, ખાણ અને પંચાયત વિભાગની બાબતો પર ચર્ચા કરવામાં આવશે.
રાજ્યભરમાં હવામાન (Weather Update):
માવઠાની આગાહી:આગામી 24 કલાકમાં સાબરકાંઠા (Sabarkantha), અરવલ્લી (Aravalli), મહીસાગર અને છોટાઉદેપુરમાં હળવા વરસાદની શક્યતા છે.સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના મોરબી (Morbi), જામનગર, ભરૂચ અને તાપી સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની વકી છે. તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે.
રાજકોટ (Rajkot) ના જંગલેશ્વરમાં ડિમોલિશનનો બીજો દિવસ
જંગલેશ્વર (Jungleshwar) વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરીનો આજે બીજો દિવસ છે. અત્યાર સુધીમાં 1100થી વધુ દબાણો દૂર કરાયા છે અને આજે બપોર સુધીમાં બાકીની કામગીરી પૂર્ણ કરી કાટમાળ ખસેડવાનું કામ યુદ્ધના ધોરણે ચાલશે.
અમદાવાદ (Ahmedabad): મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના વર્તમાન સભ્યોની અંતિમ બોર્ડ બેઠક આજે સાંજે 4:00 વાગે મળશે, કારણ કે 9 માર્ચથી તેમની ટર્મ પૂર્ણ થઈ રહી છે. ભદ્રકાળી માતાજી (Bhadrakali Mataji) ની પાલખી પૂજાનું પણ આજે વિશેષ આયોજન છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત: ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓ
સોમનાથ (Somnath): આમ આદમી પાર્ટી (AAP) દ્વારા 'પરિવર્તન લાવો, કિસાન બચાવો' યાત્રાનો પ્રારંભ થશે, જેમાં ઈસુદાન ગઢવી (Isudan Gadhvi) જેવા નેતાઓ જોડાશે.
જામનગર (Jamnagar): હાપા યાર્ડમાં ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે.
થરાદ (Tharad): સોલાર પ્લાન્ટ અને વીજ લાઈનોના પ્રશ્ને કોંગ્રેસ (Congress) દ્વારા ખેડૂતોના હિતમાં આવેદનપત્ર આપવામાં આવશે.
આ પણ વાંચો : Rashifal 24 February 2026 : મંગળવાર અને હોળાષ્ટકનો સંયોગ, કોના માટે લાવશે આફત અને કોના માટે ભાગ્યોદય?


