Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gujarat News: આજે 27 ફેબ્રુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat News: આજે ગુજરાત (Gujarat) માં રાજકીય ગરમાવો અને સરકારી કામગીરીનો સમન્વય જોવા મળશે. 'AAP'ની કિસાન યાત્રા જામનગરમાં ખેડૂતોના પ્રશ્નો વાચા આપશે, જ્યારે વિધાનસભામાં પ્રાકૃતિક ખેતી પર મંથન અને અંદાજપત્ર પર ચર્ચા થશે. સાથે જ સાળંગપુરનો મેળો અને દાહોદમાં આદિવાસી સમાજની પરંપરાગત અસ્થિ વિસર્જન વિધિ રાજ્યની સાંસ્કૃતિક વિવિધતાને ઉજાગર કરશે.
gujarat news  આજે 27  ફેબ્રુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 27 ફેબ્રુઆરી 2026 ના દિવસે ગુજરાત (Gujarat) ના સમાચાર - :

Gujarat News: આજે ગુજરાત (Gujarat) માં રાજકીય, વહીવટી અને સાંસ્કૃતિક ગતિવિધિઓથી ધમધમાટ જોવા મળશે. એક તરફ આમ આદમી પાર્ટી (AAP) ની 'પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા' જામ ખંભાળીયા (Jam Khambhaliya) પહોંચશે, તો બીજી તરફ ગાંધીનગર વિધાનસભા (Gandhinagar Assembly) ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી પર મહત્વનો પરિસંવાદ યોજાશે. આ ઉપરાંત, રાજકોટ (Rajkot) માં જિલ્લા પંચાયતનું બજેટ અને દાહોદ (dahod) માં આદિવાસી સમાજની પરંપરાગત 'આમલી અગિયારસ' ની ઉજવણી જેવા મહત્વના કાર્યક્રમો આજે રાજ્યભરમાં આકર્ષણનું કેન્દ્ર રહેશે.

Advertisement

આમ આદમી પાર્ટીની 'પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા'

આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ખેડૂતોના હિતમાં શરૂ કરવામાં આવેલી 'પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા' (Save Farmers March) આજે જામ ખંભાળીયા (Jam Khambhaliya) ના ભાણવરી ગામે પહોંચશે. સોમનાથથી દ્વારકા સુધીની આ યાત્રા દરમિયાન ગુજરાતના વિવિધ પ્રશ્નો અને ખાસ કરીને ખેડૂતોની સમસ્યાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. આ પ્રસંગે જાહેર સભામાં ઇશુદાન ગઢવી (Ishudan Gadhvi), પ્રવિણ રામ (Pravin Ram) , મનોજ સોરઠીયા (anoj Sorathia ) અને હેમંત ખવા (Hemant Khawa)  સહિતના ટોચના નેતાઓ (Leaders) હાજર રહી જનતાને સંબોધિત કરશે.

Advertisement

વિધાનસભા ખાતે પ્રાકૃતિક ખેતી પર પરિસંવાદ

રાજધાની ગાંધીનગરમાં આજે કૃષિ ક્ષેત્રે પરિવર્તન લાવવા માટે પ્રાકૃતિક ખેતી (Natural Farming) પર એક વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Principal Devavrat) ની ગરિમામય ઉપસ્થિતિમાં સવારે 10 વાગ્યે વિધાનસભા ખાતે આ પરિસંવાદ યોજાશે.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel), તમામ ધારાસભ્યો અને વિપક્ષના સભ્યો (Opposition Members) ઉપસ્થિત રહેશે.પરિસંવાદ પૂર્વે રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતીના સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જ્યાં ધારાસભ્યોને આ ખેતી પદ્ધતિ વિશે વિગતવાર જ્ઞાન આપવામાં આવશે.

વિધાનસભાની બેઠક અને પ્રશ્નોત્તરી કાળ

શુક્રવારે બપોરે 1:30 કલાકે વિધાનસભાની બેઠક (Assembly Session) શરૂ થશે.

પ્રશ્નોત્તરી કાળ (Question Hour) દરમિયાન કૃષિ, સહકાર, પશુપાલન, પ્રોટોકોલ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ તથા વન અને પર્યાવરણ જેવા મહત્વના વિભાગોના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે.પ્રશ્નોત્તરી બાદ વિવિધ વિભાગોના અહેવાલો મેજ પર મુકાશે અને અંદાજપત્ર (Budget) પર સામાન્ય ચર્ચા થશે. ધારાસભ્ય અમૂલ ભટ્ટ, ફતેસિંહ ચૌહાણ અને દિવ્યેશ અકબરી દ્વારા બિન-સરકારી સંકલ્પો (Non-Government Resolutions) રજૂ કરવામાં આવશે, જેના પર ગૃહમાં એક કલાક ચર્ચા ચાલશે.

રાજકોટ જિલ્લા પંચાયત બજેટ બેઠક

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા (General Board Meeting) આજે સવારે 11 કલાકે મળશે. આ બેઠકમાં મુખ્યત્વે આગામી વર્ષના બજેટને લઈને સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને જિલ્લાના વિકાસ કાર્યો માટે નાણાકીય જોગવાઈઓ નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો:  Gir Somnath: કેવી રીતે ઉભી કરાઈ આખી નકલી કોલેજ ? RTI માં થયો ચોંકાવનારો ખુલાસો

સાળંગપુર ખાતે 'મિશન લાઈફ' પ્રદર્શન મેળો

બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે'મિશન લાઈફ' (Mission LIFE) અંતર્ગત ત્રિદિવસીય વેચાણ અને પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે 10 કલાકે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય શંભુનાથજી ટુંડીયા અને ઉમેશ મકવાણાની હાજરીમાં આ મેળો ખુલ્લો મુકાશે.

દાહોદમાં આમલી અગિયારસની અનોખી પરંપરા

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં વસતા આદિવાસી સમાજમાં 'આમલી અગિયારસ' (Amli Agiyaras) નું અનેરું મહત્વ છે.આ સમાજમાં મૃત્યુ પામેલા સ્વજનોની અસ્થિઓને તાત્કાલિક વિસર્જન કરવાને બદલે, તેને કુંડીમાં બાંધી (સ્ત્રી માટે લાલ કપડું, પુરુષ માટે સફેદ કપડું) ખેતરમાં કે ઝાડ નીચે દાટી દેવામાં આવે છે.હોળી પહેલા આવતી આ પ્રથમ અગિયારસના દિવસે, આ તમામ અસ્થિઓને ભીમકુંડમાં વિસર્જન (Immersion of Ashes) કરવાની પરંપરા આજે પણ શ્રદ્ધાપૂર્વક નિભાવવામાં આવશે.

આ પણ વાંચો :  Rashifal 27 February 2026: ફાગણ સુદ અગિયારસ અને શુક્રવારનો દુર્લભ સંયોગ, આ 5 રાશિઓને થશે મોટો ધનલાભ!

Tags :
Advertisement

.

×