Gujarat News: આજે 16 માર્ચ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 16 માર્ચ 2026 ના દિવસે ગુજરાત (Gujarat) ના સમાચાર - :
Gujarat News: ગુજરાત (Gujarat) રાજ્યમાં આજે રાજકીય અને વહીવટી ગતિવિધિઓ તેજ બની છે. ગાંધીનગર (Gandhinagar) માં આજે વિધાનસભાના બજેટ સત્રની મહત્વની કાર્યવાહી સાથે મંત્રીઓના પ્રવાસો અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ, વલસાડ (Valsad) અને નવસારી (Navsari) માં વહીવટી અને જનસુખાકારીના મહત્વના નિર્ણયો લેવાયા છે, જ્યારે સુરેન્દ્રનગર (Surendranagar) ના ખેતી ક્ષેત્રે ચિંતાજનક ઘટાડો નોંધાયો છે.
ગાંધીનગર: આજે વિધાનસભા સત્ર અને મંત્રીઓની મુલાકાત
ગાંધીનગરમાં આજે સોમવારે બપોરે 12 વાગ્યે વિધાનસભા (Vidhan Sabha) ની બેઠક મળશે, જેની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થશે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી (Deputy CM) હસ્તકના ગૃહ, કાયદો અને ન્યાયતંત્ર, પ્રવાસન અને ઉદ્યોગ સહિતના વિભાગોના પ્રશ્નો પર ચર્ચા થશે.
શ્રમિક અન્નપૂર્ણા યોજના: શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયા (Kunvarji Bavaliya) આજે સેક્ટર-6 પાસેના ઘ-2 કડિયાનાકા (Kadiyanaka) ની મુલાકાત લઈ યોજનાનું નિરીક્ષણ કરશે.
બજેટ જોગવાઈ: અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી (Ramanbhai Solanki) વર્ષ 2026-27ના બજેટ અંતર્ગત નવી જોગવાઈઓ અંગે આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે.
પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા બેઠકની થશે શરૂઆત
નાયબ મુખ્યમંત્રી હસ્તકના વિભાગોના પ્રશ્નો પર થશે ચર્ચા
ગૃહ, કાયદો અને ન્યાયતંત્ર, નશાબંધી, રમતગમત વિભાગ પર ચર્ચા
આદિજાતી, ગ્રામોદ્યોગ વિભાગના પ્રશ્નો પર પણ થશે ચર્ચા
વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંગે મંગાયેલી માહિતી મેજ પર મુકાશે… pic.twitter.com/MnT5wFinWO— Gujarat First (@GujaratFirst) March 16, 2026
વાપી: આજે રજૂ થશે 650 કરોડનું મહાનગરપાલિકા બજેટ
વલસાડ (Valsad) જિલ્લાની વાપી મહાનગરપાલિકા (Vapi Municipal Corporation) નું બજેટ આજે રજૂ કરવામાં આવશે. વહીવટદાર તરીકે IAS અધિકારી ભવ્ય વર્મા (Bhavya Verma) દ્વારા અંદાજે 650 કરોડનું આ બજેટ રજૂ કરાશે, જેમાં શહેરના વિકાસલક્ષી અનેક કામોને આવરી લેવામાં આવશે.
નવસારી: આદિવાસી પરિવારો માટે નિર્ધૂમ ચૂલા આશીર્વાદ સમાન
નવસારી (Navsari) માં હાલના ગેસ સંકટ વચ્ચે ધારાસભ્ય અનંત પટેલ (Anant Patel) દ્વારા આપવામાં આવેલા નિર્ધૂમ ચૂલા (Smokeless Stoves) ગરીબ પરિવારો માટે રાહતરૂપ સાબિત થયા છે. ઓછા બળતણમાં ચાલતા આ ધુમાડા રહિત ચૂલા આદિવાસી પરિવારો માટે આર્થિક રીતે પરવડે તેવા છે.
સુરેન્દ્રનગર: ઉનાળુ વાવેતરમાં 2000 હેક્ટરનો ઘટાડો
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળુ વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ 2000 હેક્ટરનો ઘટાડો નોંધાયો છે. કમોસમી વરસાદને કારણે શિયાળુ વાવેતર મોડું થતા તેની અસર જોવા મળી રહી છે. સૌથી વધુ વાવેતર ધ્રાંગધ્રા (Dhrangadhra) માં અને સૌથી ઓછું સાયલા (Sayla) તાલુકામાં નોંધાયું છે.
આ પણ વાંચો : Rashifal 16 March 2026 : શિવયોગ અને સિદ્ધયોગનો સમન્વય,આ રાશિના જાતકો પર થશે શિવજીની અસીમ કૃપા


