Gujarat: હવે માત્ર 10 મિનિટમાં Police તમારા દ્વારે પહોંચશે! 112 સેવાનો નવો પ્લાન
- Gujarat 112 Emergency Service ની સમીક્ષા
- છેલ્લા 4 મહિનામાં 3.82 લાખથી વધુ ઇમરજન્સી કેસ એટેન્ડ કરાયા
- રાજ્ય પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી
Gujarat 112 Emergency Service: ગુજરાત રાજ્યમાં કટોકટીના સમયે નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહેલી 112 ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (112 Emergency Response Support System - ERSS) ની કામગીરીની તાજેતરમાં રાજ્ય પોલીસ વડા (DGP) દ્વારા વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્ય પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ (Dr. K.L.N. Rao) એ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને આ સેવાની અસરકારકતા વધારવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
Gujarat 112 Emergency Service: 3.82 લાખથી વધુ કોલ્સ એટેન્ડ કરાયા
સમગ્ર રાજ્યમાં એક જ ઇમરજન્સી નંબર 112 કાર્યરત છે. સમીક્ષા બેઠક દરમિયાન બહાર આવ્યું કે છેલ્લા 4 મહિનામાં રાજ્યભરમાંથી 3.82 લાખથી વધુ ઇમરજન્સી કોલ્સ એટેન્ડ કરવામાં આવ્યા છે. આ આંકડો દર્શાવે છે કે લોકોમાં આ સેવા પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. પોલીસ, ફાયર અને મેડિકલ સહાય માટે હવે અલગ-અલગ નંબરના બદલે લોકો 112 પર વધુ નિર્ભર બન્યા છે.
DGP Gujarat: રાજ્યના DGPએ 112 Emergency સેવા કામગીરીની કરી સમીક્ષા | Gujarat First
છેલ્લા 4 મહિનામાં 3.82 લાખથી વધુ ઇમરજન્સી કેસ એટેન્ડ કરાયા
રાજ્ય પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી
ડિજીપીએ 112 ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી
112 સેવાની ટેકનોલોજી… pic.twitter.com/iLaKDwQPm8— Gujarat First (@GujaratFirst) January 29, 2026
Gujarat 112 Emergency Service: રિસ્પોન્સ ટાઈમમાં નોંધપાત્ર સુધારો
જાન્યુઆરી 2026 ના આંકડા મુજબ, ગુજરાતમાં સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 11 મિનિટ 56 સેકન્ડ (11 Minutes 56 Seconds) રહ્યો છે. એટલે કે, ફોન કર્યાની અંદાજે 12 મિનિટમાં પોલીસ કે સંબંધિત ટીમ ઘટનાસ્થળે પહોંચી જાય છે. જોકે, ડિજીપી ડૉ. કે.એલ.એન. રાવે આ સમયગાળો હજુ ઘટાડીને 10 મિનિટ (10 Minutes) થી પણ ઓછો કરવા માટેનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.
ટેકનોલોજી અને ડેટા એનાલિટિક્સ પર ભાર
ડિજીપીએ 112 ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (112 Emergency Response Center) ની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે માત્ર માનવશક્તિ નહીં, પરંતુ ડેટા એનાલિટિક્સ (Data Analytics) નો ઉપયોગ કરીને એવા વિસ્તારોની ઓળખ કરવામાં આવે જ્યાંથી સૌથી વધુ કોલ્સ આવે છે. આવા 'હોટસ્પોટ્સ' પર ગાડીઓનું લોકેશન અગાઉથી ગોઠવવામાં આવશે જેથી રિસ્પોન્સ ટાઈમ ઘટી શકે. હવેથી 112 સેવાની ટેકનોલોજી અને ફિલ્ડ પરની કામગીરીની દર મહિને સમીક્ષા કરવામાં આવશે. નવા વાહનો, આધુનિક સોફ્ટવેર અને સ્ટાફની તાલીમ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
આ પણ વાંચોઃ Rajkot Land Scam: 135D ની એક નોટિસે વેવાઈનો ખેલ ઉંધો પાડ્યો! જાણો સમગ્ર મામલો


