રાજ્ય પોલીસ વડાના સસ્પેન્સ વચ્ચે મહત્વના સમાચાર, DGP Vikas Sahay કેમ મુખ્યમંત્રીને મળવા પહોચ્યા?
- રાજ્ય પોલીસ વડાના સસ્પેન્સ વચ્ચે મહત્વના સમાચાર
- DGP વિકાસ સહાય મુખ્યમંત્રીને મળવા પહોચ્યા
- વિકાસ સહાયને વધુ એક્સટેશન નહિ મળે
- રાજ્યના પોલીસવડા વિકાસ સહાય નો આજે સત્તાવાર યોજાશે વિદાય સમારંભ
- નવા પોલીસવડા ના નામ ઉપર સસ્પેન્શન હજુ બરકરાર
DGP Vikas Sahay extension: ગુજરાત પોલીસ (Gujarat police) વિભાગમાં આજે મોટો ફેરફાર થવાની સંભાવના છે. રાજ્યના વર્તમાન પોલીસ વડા (DGP) વિકાસ સહાયનું (DGP Vikas Sahay)છ મહિનાનું એક્સ્ટેન્શન આજે પૂર્ણ થઈ રહ્યું છે, જેના કારણે તેઓ આજે નિવૃત્ત થઈ રહ્યા છે. આ અંગે ગાંધીનગર પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ તેજ બની છે. જો આજે નવા DGPના નામની સત્તાવાર જાહેરાત થશે તો સાંજે બેટન સેરેમની પણ યોજાઈ શકે છે. હાલમાં નવા પોલીસ વડાના નામને લઈને સસ્પેન્સ યથાવત છે, પરંતુ સૂત્રો અનુસાર ડો. કે.એલ.એન. રાવ આ રેસમાં સૌથી આગળ છે.
DGP વિકાસ સહાયનું છ મહિનાનું એક્સ્ટેન્શન આજે પૂર્ણ
વિકાસ સહાય, જેઓ 1989 બેચના IPS અધિકારી છે, તેઓ મૂળરૂપે જૂન 30, 2025 ના રોજ નિવૃત્ત થવાના હતા. જોકે, રાજ્ય સરકારે તેમને જુલાઈથી ડિસેમ્બર 31, 2025 સુધીનું છ મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું હતું. આ નિર્ણયને 'પબ્લિક ઇન્ટરેસ્ટ'માં વિશેષ કેસ તરીકે વર્ણવવામાં આવ્યો હતો અને તેની મંજૂરી કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસેથી મેળવવામાં આવી હતી.આ એક્સ્ટેન્શન પછી પણ તેમને વધુ મુદત વધારો આપવામાં આવશે નહીં તેવું કહેવમાં આવી રહ્યું છે.
DGP વિકાસ સહાય મુખ્યમંત્રીને મળવા પહોચ્યા
રાજ્ય પોલીસ વડા ના સસ્પેન્સ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે. DGP વિકાસ સહાય મુખ્યમંત્રીને મળવા પહોચ્યા છે. વિકાસ સહાયના 6 મહિનાનું એકસ્ટેન્સન આજે પૂરું થઈ રહ્યું છે ત્યારે DGP વિકાસ સહાય સ્વર્ણિમ સંકુલ મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા છે.
રાજ્ય પોલીસ વડાના સસ્પેન્સ વચ્ચે મહત્વના સમાચાર
DGP વિકાસ સહાય મુખ્યમંત્રીને મળવા પહોચ્યા
વિકાસ સહાયનું 6 મહિનાનું એકસ્ટેન્સન આજે થઈ રહ્યું છે પૂરું
DGP વિકાસ સહાય સ્વર્ણિમ સંકુલ મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા@CMOGuj @VikasSahayIPS @sanghaviharsh#GujaratPolice #DGPVikasSahay… pic.twitter.com/KgohcnEd7Y— Gujarat First (@GujaratFirst) December 31, 2025
DGP વિકાસ સહાયના વિદાય સમારંભની તૈયારીઓ શરૂ
આજે ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે વિકાસ સહાયના વિદાય સમારંભની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તમામ પોલીસ કર્મચારીઓને યુનિફોર્મમાં હાજર રહેવાની સૂચના અપાઈ છે. પોલીસના મેદાનમાં આ સમારંભ યોજાશે, જેમાં વર્તમાન DGPની વિદાય અને નવા પોલીસ વડાને આવકારવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે.
નવા DGPની પસંદગીને લઈને આટલા નામો ચર્ચામાં
જો સાંજે 5 વાગ્યા આસપાસ નવા DGPના નામનો ઓર્ડર આવે તો બેટન હેન્ડઓવર સેરેમની પણ તરત જ યોજાઈ શકે છે. આ અંગે પોલીસ વિભાગમાં ચર્ચાઓ તેજ છે અને તમામ અધિકારીઓને તૈયાર રહેવા જણાવાયું છે.નવા DGPની પસંદગીને લઈને હાલમાં ત્રણ મુખ્ય નામો ચર્ચામાં છે જેમાં ડો. કે.એલ.એન. રાવ કે જેઓ હાલમાં CID ક્રાઈમના વડા છે અને આ રેસમાં સૌથી આગળ મનાઈ રહ્યા છે. તેમની નિમણૂક લગભગ નક્કી માનવામાં આવી રહી છે અને તેમને રાજ્યના 30 મા DGP તરીકે જાહેર કરવામાં આવી શકે છે. આ સિવાય બીજા નંબરે જી.એસ. મલિકનુ છે કે જેઓ અમદાવાદના પોલીસ કમિશનર તરીકે કાર્યરત છે અને તેઓ પણ મજબૂત દાવેદાર છે. ત્રીજું નામ છે શમશેર સિંહનું કે IPS અધિકારી છે અન્ય સૂત્રોમાં ડો. નિરજા ગોટરુનું નામ પણ ઉભરી આવ્યું છે.
આ તમામ નામોને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે. સૂત્રો અનુસાર, કેન્દ્રની મંજૂરી બાદ જ સત્તાવાર જાહેરાત થશે. નવા વર્ષની શરૂઆત સાથે જ ગુજરાત પોલીસને નવા સુકાની મળી શકે છે, જે વિભાગમાં નવી ઉર્જા લાવશે.આ ઘટના પહેલા પણ વિકાસ સહાયના એક્સ્ટેન્શનને લઈને અફવાઓ હતી, પરંતુ આ વખતે વધુ મુદત વધારો નહીં આપવામાં આવે તેવું રહેવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: 31st December: ઉજવણીની તૈયારી વચ્ચે આજે દેશમાં અનેક મોટી ઘટનાઓ બની, જાણો વિગતવાર


