ગુજરાત વિધાનસભામાં પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓનો મુદ્દો ગાજ્યો: વડોદરામાં 2,292 જગ્યાઓ ખાલી
- પોલીસ વિભાગની ખાલી જગ્યાઓ મુદ્દે ગૃહમાં સ્વીકાર
- વડોદરામાં 2292 જગ્યા ખાલી હોવાનો લેખિત જવાબ
- વડોદરા શહેરમાં 5 JCP અને ACPની જગ્યાઓ ખાલી
- રાજ્યમાં 11 DIGને પ્રમોશન બાદ નથી અપાયું પોસ્ટિંગ
- કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે ગૃહમાં ઉઠાવ્યો હતો સવાલ
- મંત્રી કૌશિક વેકરીયાએ કહ્યું તબક્કાવાર ભરતી ચાલે છે
Gujarat Police: ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) ના સત્ર દરમિયાન આજે પોલીસ વિભાગ (Gujarat Police) માં ખાલી પડેલી જગ્યાઓનો મુદ્દો ગાજ્યો હતો. કોંગ્રેસ (Congress) ના વરિષ્ઠ નેતા શૈલેષ પરમાર દ્વારા પૂછવામાં આવેલા સવાલના લેખિત જવાબમાં સરકારે રાજ્યમાં, ખાસ કરીને વડોદરા શહેરમાં પોલીસ કર્મીઓની અછત હોવાનો સ્વીકાર કર્યો છે.
વડોદરામાં ખાલી જગ્યાઓનો આંકડો ચિંતાજનક- Gujarat Police
ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)ના સત્ર દરમિયાન વડોદરા શહેરના પોલીસ મહેકમની ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગૃહમાં રજૂ કરવામાં આવેલા લેખિત આંકડાઓ અનુસાર, વડોદરા શહેરમાં પોલીસ વિભાગ (Vadodara Police) ની ખાલી જગ્યાઓનો આંકડો અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે જે મહેકમ હોવું જોઈએ, તેની સામે હાલમાં 2,292 જેટલી પોલીસકર્મીઓની જગ્યાઓ ખાલી પડી છે, જેને કારણે કાર્યરત પોલીસ સ્ટાફ પર કામનું ભારણ વધ્યું છે.
ડ્રગ્સ મુદ્દે વિધાનસભામાં શાસક-વિપક્ષ સામસામે
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો વિપક્ષને જવાબ
‘કચ્છમાં જ્યાં ડ્રગ્સ પકડાયું ત્યાં પોલીસ સ્ટેશન બન્યું’
‘પોલીસ સ્ટેશનના લોકાર્પણમાં વિપક્ષને આમંત્રણ’ @sanghaviharsh #GujaratAssembly #HarshSanghavi #DrugsIssue #GujaratPolitics #BJP… pic.twitter.com/k3IMwEUhWa— Gujarat First (@GujaratFirst) February 25, 2026
પ્રમોશન મળ્યા પણ પોસ્ટિંગ નહીં- Gujarat Police
માત્ર નીચલા સ્તરના કર્મચારીઓ જ નહીં, પરંતુ ઉચ્ચ સ્તરે પણ અધિકારીઓની ભારે અછત જોવા મળી રહી છે. વડોદરા શહેરમાં JCP (જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ) અને ACP (આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ) કક્ષાની 5 મહત્વની જગ્યાઓ લાંબા સમયથી ખાલી હોવાનું સરકારે સ્વીકાર્યું છે. આ ઉપરાંત, સમગ્ર રાજ્યની સ્થિતિ પર નજર કરીએ તો, 11 જેટલા DIG કક્ષાના અધિકારીઓને પ્રમોશન આપી દેવામાં આવ્યું હોવા છતાં, તેમને હજુ સુધી કોઈ ચોક્કસ પોસ્ટિંગ ફાળવવામાં આવ્યું નથી. પ્રમોશન મળ્યા બાદ પણ આ અધિકારીઓ વેટિંગ લિસ્ટમાં હોવાથી વહીવટી કાર્યક્ષમતા પર સવાલો ઊભા થઈ રહ્યા છે.
પોલીસ ભરતી મુદ્દે સરકારનું આશ્વાસન
ગુજરાત પોલીસ (Gujarat Police) વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ અંગે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોનો જવાબ આપતા રાજ્ય સરકાર વતી મંત્રી કૌશિક વેકરીયાએ ગૃહમાં મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે ગૃહને ખાતરી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પોલીસ મહેકમમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવા માટે મક્કમ છે અને આ દિશામાં તબક્કાવાર કામગીરી ખૂબ જ વેગવંતી રીતે ચાલી રહી છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે વહીવટી પ્રક્રિયાઓને કારણે થતો વિલંબ નિવારવા સરકાર સતત પ્રયત્નશીલ છે.
'10 હજારથી વધુ જગ્યાઓ માટે પ્રક્રિયા તેજ, ટૂંક સમયમાં ભરાશે ખાલી જગ્યાઓ'
ગૃહમાં વિગતો રજૂ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ રાજ્યમાં 1,100થી વધુ જગ્યાઓ પર નવી નિમણૂકો આપી દેવામાં આવી છે, જે પોલીસ દળની ક્ષમતામાં વધારો કરશે. આ ઉપરાંત, હાલમાં રાજ્યમાં 10,000 કરતા વધુ પોલીસકર્મીઓની ભરતી પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે, જે આગામી સમયમાં પૂર્ણ થતા સ્ટાફની અછત દૂર થશે. માત્ર નવી ભરતી જ નહીં, પરંતુ વિભાગમાં આંતરિક રીતે પણ ખાલી જગ્યાઓ ભરવા માટે હેડ કોન્સ્ટેબલ અને PSI કક્ષાના કર્મચારીઓને નિયમ મુજબ બઢતી (Promotions) આપીને જવાબદારીઓ સોંપવામાં આવી છે. આમ, ભરતી અને બઢતીના સમન્વય દ્વારા પોલીસ વિભાગ (Gujarat Police) ને વધુ મજબૂત બનાવવાની નેમ સરકારે વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: Gujarat Assembly : ગૃહમાં ગરમાવો! વિપક્ષના વેધક સવાલોના સરકારે શું આપ્યા જવાબ?


