LRD Exam 2026: ગુજરાતમાં આવતીકાલે 2.63 લાખથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા, તંત્ર સજ્જ
Gujarat Police Bharti: ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક દળ (LRD) ની પરીક્ષા આવતીકાલે સવારે 9:30 થી 12:30 દરમિયાન યોજાશે. અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત 6 શહેરોમાં 789 કેન્દ્રો પર 2,63,345 ઉમેદવારો પરીક્ષા આપશે. એકલા અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 295 કેન્દ્રો પર સૌથી વધુ 88,700 ઉમેદવારો ભાગ લેશે.
Advertisement
Lokrakshak Dal Exam 2026: ગુજરાત પોલીસ વિભાગમાં (Gujarat Police Department) લોકરક્ષક દળ (Lokrakshak Dal - LRD) ની ભરતી માટેની મહત્વની લેખિત પરીક્ષા આવતીકાલે યોજાવા જઈ રહી છે. આ મોટી પરીક્ષા રાજ્યના મુખ્ય 6 શહેરો અમદાવાદ (Ahmedabad), સુરત (Surat), રાજકોટ (Rajkot), ભાવનગર (Bhavnagar), આણંદ (Anand) અને ગાંધીનગરમાં (Gandhinagar) યોજાશે. ઉમેદવારો શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

