Gujarat Police Promotion News: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ બેડામાં એક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત વર્ગ-1 સંવર્ગના 4 વરિષ્ઠ અધિકારીને બઢતી આપવામાં આવી છે.
ગૃહ વિભાગ દ્વારા 4 નાયબ પોલીસ અધિક્ષકોને અપાઈ બઢતી
સચિવાલય ખાતેથી જાહેર કરાયેલી સત્તાવાર અધિસૂચના અનુસાર, રાજ્યમાં નાયબ પોલીસ અધીક્ષક (DySP) તરીકે ફરજ બજાવતા ચાર અધિકારીઓને ઇન-સિટુ (In-situ) ધોરણે પોલીસ અધીક્ષક (SP) વર્ગ-1 સંવર્ગની એક્સ કેડર જગ્યા પર એડહોક પ્રમોશન આપવામાં આવ્યું છે.આ બઢતીને પગલે આ અધિકારીઓનું પગાર ધોરણ પે-મેટ્રિક્સ લેવલ-10 થી અપગ્રેડ થઈને હવે લેવલ-11 થશે, જો કે વહીવટી સરળતા ખાતર આ તમામ અધિકારીઓની ફરજો અને જવાબદારીઓ હાલની જગ્યા મુજબ જ યથાવત રાખવામાં આવી છે.
કોને ક્યાં મળી નવી જવાબદારી?
આ યાદીમાં પ્રોમોશન મેળવનારા અધિકારીઓમાં મહેસાણા એસઆરપીએફ (SRPF) જૂથ-15 ના મદદનીશ સેનાપતિ પી.વી. રાવલને ત્યાં જ સેનાપતિ તરીકે નિમણૂક અપાઈ છે. જ્યારે પંચમહાલ-ગોધરાના મુખ્ય મથકના DySP બી.એલ. દેસાઈ અને જૂનાગઢ પોલીસ ટ્રેઈનીંગ સેન્ટર (ચોકી) ના DySP એચ.પી. દોશીને તે જ સ્થળો પર પોલીસ અધીક્ષક (SP) તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત, અમદાવાદ લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) માં મદદનીશ નિયામક તરીકે કાર્યરત જી.વી. પઢેરીયાને પણ એડહોક ધોરણે નાયબ નિયામક (Deputy Director) તરીકે બઢતી આપીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
![Gujarat Police Promotion News- Gujarat first]()
Gujarat Police Promotion News- Gujarat first
આ પણ વાંચો : Gandhinagar news: CM ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમમાં સાપ નીકળતા મચી દોડાદોડી! જુઓ પછી શું થયું ?