Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gujarat police recruitment : ગુજરાત પોલીસમાં પ્રથમ વખત સીધી ભરતીની જાહેરાત, વાંચો સંપૂર્ણ વિગતો

Gujarat police recruitment: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્ય પોલીસ દળમાં ટેક્નિકલ કેડર (વર્ગ-3)ના પદો માટે પ્રથમ વખત સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ છે, જેમાં ટેક્નિકલ કુશળતા ધરાવતા યુવાનોને મોટી તક મળશે.
gujarat police recruitment   ગુજરાત પોલીસમાં પ્રથમ વખત સીધી ભરતીની જાહેરાત  વાંચો સંપૂર્ણ વિગતો
Advertisement
  • ગુજરાત પોલીસમાં (Gujarat police) પ્રથમ વખત સીધી ભરતીની જાહેરાત
  • ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા સત્તાવાર કરાઈ જાહેરાત
  • ભરતી બોર્ડ દ્વારા ટેક્નિકલ કેડર વર્ગ-3 માટે ભરતીની જાહેરાત
  • વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં કરાશે સીધી ભરતી
  • વાયરલેસ વિભાગમાં PSI તથા ટેક્નિકલ ઓપરેટરના પદની ભરતી
  • પ્રથમ વખત સીધી ભરતી હોવાથી એન્જિ. ગ્રેજ્યુએટ્સ માટે મોટી તક

Gujarat police recruitment: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્ય પોલીસ દળમાં ટેક્નિકલ કેડર (વર્ગ-3)ના પદો માટે પ્રથમ વખત સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ છે, જેમાં ટેક્નિકલ કુશળતા ધરાવતા યુવાનોને મોટી તક મળશે.

ગુજરાત પોલીસમાં સીધી ભરતીની જાહેરાત

જાહેરાતમાં જણાવ્યા મુજબ ગુજરાત પોલીસમાં વર્ગ-3ની 950 જગ્યા પર ભરતી-વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની અલગ અલગ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે. આ પદો માટે ઇલેક્ટ્રોનિક્સ, કમ્યુનિકેશન, આઇટી અથવા કમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી ફરજિયાત છે. જેમાં મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં PSI (મોટર ટ્રાન્સપોર્ટ) અને ગ્રેડ-1 હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિકના પદો માટે લગભગ 20 જગ્યાઓ રહેશે. અહીં મેકેનિકલ અથવા ઓટોમોબાઇલ એન્જિનિયરિંગની ડિગ્રી અથવા ડિપ્લોમા જરૂરી છે.

Advertisement

અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

નોંધનીય છે કે ગુજરાત પોલીસમાં ટેક્નિકલ પદો પર પ્રથમ વખત સીધી ભરતી થઈ રહી છે. અગાઉ આ પદો પ્રમોશન અથવા અન્ય માર્ગે ભરાતા હતા, પરંતુ હવે એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સને સીધી એન્ટ્રી મળશે. આનાથી પોલીસ વિભાગમાં આધુનિક ટેક્નોલોજી અને વાહન વ્યવસ્થાપનમાં વધુ કાર્યક્ષમતા આવશે.ઉમેદવારો OJAS પોર્ટલ દ્વારા ઓનલાઇન અરજી કરી શકશે. અરજી કરવાની મુદત 9 જાન્યુઆરી બપોરે 14 કલાકથી તા. 29 જાન્યુઆરી/રાત્રિના 23.59કલાક સુધી છે. લાયકાત, વયમર્યાદા અને અન્ય વિગતો માટે સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવો જરૂરી છે.આ ભરતી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક છે, જેમને પોલીસ સેવામાં ટેક્નિકલ ક્ષેત્રે યોગદાન આપવાની ઇચ્છા છે. હજારો યુવાનો આ ભરતીની રાહ જોઈ રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો:  Studio On Wheels: આ.. ભામાશાએ તો 'દાન'ની સરાવણી વહાવી સૌનું 'દિલ' જીતી લીધું !

Tags :
Advertisement

.

×