Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Election Result Clash: ગુજરાતમાં ચૂંટણી માહોલ વચ્ચે રાજકીય ઘર્ષણ, અમદાવાદ, સુરત અને કલોલમાં લોહીયાળ જંગ

ગુજરાતમાં રાજકીય તણાવ વધી રહ્યો છે. અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં ભાજપ-પોલીસ ઘર્ષણ, કલોલમાં જૂથ અથડામણમાં 5 લોકો ઘાયલ અને સુરતના વોર્ડ નં. 18 માં ACP ની હાજરીમાં કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ પર ભાજપ કાર્યકરો દ્વારા હુમલાની ઘટનાઓ સામે આવી છે. પોલીસે તમામ સ્થળોએ પહોંચી પરિસ્થિતિ કાબૂમાં કરી તપાસ હાથ ધરી છે.
gujarat election result clash  ગુજરાતમાં ચૂંટણી માહોલ વચ્ચે રાજકીય ઘર્ષણ  અમદાવાદ  સુરત અને કલોલમાં લોહીયાળ જંગ
Advertisement
  • રાજ્યમાં ચૂંટણીની પરિણામો વચ્ચે રાજકીય ઘર્ષણ
  • અમદાવાદ, સુરત અને કલોલમાં લોહીયાળ જંગ
  • અમદાવાદમાં ભાજપ કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
  • કલોલમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ

Gujarat Election Result Clash: રાજ્યમાં આગામી ચૂંટણીના ગરમાવા વચ્ચે વિવિધ શહેરોમાં રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે ઘર્ષણની ઘટનાઓ સામે આવી છે. અમદાવાદની પ્રતિષ્ઠિત એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ (L.D. Engineering College) ખાતે ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ સર્જાયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, વાસણા (Vasna) વોર્ડના ભાજપના કાર્યકરો પર પથ્થરમારો કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોલેજ પરિસરમાં પ્રવેશ મેળવવા બાબતે શરૂ થયેલી આ બબાલ એટલી વધી ગઈ હતી કે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.

Kalol માં બે જૂથ વચ્ચે અથડામણ

બીજી તરફ, કલોલ (Kalol) માં એક જ કોમના બે જૂથો વચ્ચે સામસામે મારામારીની ઘટના બની હતી. આ અથડામણમાં 4 થી 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે કલોલની રેફરલ હોસ્પિટલ (Referral Hospital, Kalol) માં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવીને મામલો થાળે પાડ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ તમામ ઇજાગ્રસ્તોને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો---- Election Result 2026 : રાજકોટ મહાનગર પાલિકામાં 72 બેઠકમાંથી 32 બેઠક ભાજપને ફાળે

Advertisement

Surat માં કોંગ્રેસના ઉમેદવાર પર હુમલો

સુરત (Surat) માં પણ રાજકીય હિંસાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વોર્ડ નંબર 18 ના કોંગ્રેસ (Congress) ના ઉમેદવાર ખુમાનસિંહ (Khumansingh) પર ભાજપના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ છે. આશ્ચર્યજનક વાત એ છે કે, આ આખી ઘટના દરમિયાન એસીપી (ACP) ની હાજરી હોવા છતાં, કોંગ્રેસના ઉમેદવારને માર મારવામાં આવ્યો હતો. આ પ્રકારની ઘટનાઓ લોકશાહીમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કરે છે. પોલીસે આ અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો---- Surendranagar ના પાટડીમાં મતગણતરી દરમિયાન હોબાળો, ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ

 

Tags :
Advertisement

.

×