ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Politics : કાંતિભાઈએ કહ્યું અને તેમાં 501 મો હું પણ ગાંડો છું : પંકજ ધામેલીયા

પંકજ ધામેલીયાએ કહ્યું કે, કાંતિ અમૃતિયા ગોપાલભાઈને જોઈને દોડતા-દોડતા આવ્યા હતા અને પછી હાય, હેલ્લો કર્યા હતા.
04:38 PM Aug 06, 2025 IST | Vipul Sen
પંકજ ધામેલીયાએ કહ્યું કે, કાંતિ અમૃતિયા ગોપાલભાઈને જોઈને દોડતા-દોડતા આવ્યા હતા અને પછી હાય, હેલ્લો કર્યા હતા.
PankajDhumiya_Gujarat_first
  1. વિધાનસભા બહાર ગોપાલ-કાનાની મિત્રો જેવી મુલાકાત (Gujarat Politics)
  2. પહેલા મોરેમોરો અને હવે સામસામે હસતા દેખાયા બંને MLA's
  3. આપ નેતા પંકજ ધામેલીયાનો મુલાકાત અંગે અલગ જ દાવો!
  4. MLA વચ્ચેની વાતચીતનો પંકજ ધામેલીયાએ કર્યો ખુલાસો
  5. કાંતિ અમૃતિયા ગોપાલભાઈને જોઈને દોડતા આવ્યા: ધામેલીયા
  6. કાંતિભાઈએ કહ્યું અને તેમાં 501મો હું પણ ગાંડો છું : ધામેલીયા

Gujarat Politics : ભાજપ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા (Kantilal Amrutiya) અને AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા (Gopal Italia) વચ્ચે 'ચેલેન્જની રાજનીતિ' એ રાજ્યભરમાં ભારે રાજકીય ડ્રામા સર્જ્યો હતો. આ મુદ્દો મીડિયામાં પણ ઘણો ચગ્યો હતો. ધારાસભ્ય તરીકે રાજીમાનું આપી ફરી ચૂંટણી લડવા માટે એકબીજાને પડકારનારા બંને નેતાઓની ગઈકાલે વિધાનસભાની બહાર મુલાકાત થઈ હતી, જેની કેટલીક તસવીરો કાંતિલાલ અમૃતિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં બંને ખડખડાટ હસતા અને વાતો કરતા નજરે પડે છે. ત્યારે, આ મુલાકાત દરમિયાન શું વાતો થઈ તેને લઈને આપ નેતા પકજ ધામેલીયાએ (Pankaj Dhameliya) વીડિયો બનાવી માહિતી આપી છે.

આપ નેતા પંકજ ધામેલીયાનો બંને નેતાઓની મુલાકાત અંગે અલગ જ દાવો!

ગઈકાલે થયેલ કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની (Kantilal Amrutiya vs Gopal Italia) મુલાકાતે હાલ ભારે ચર્ચા જગાડી છે. બધાના મનમાં એક જ સવાલ છે કે ગોપાલ ઇટાલિયા અને કાંતિલાલ અમૃતિયા કઇ વાત પર હસી રહ્યા છે? બંને નેતા વચ્ચે એવી તો શું વાતો થઇ કે ખડખડાટ હસી પડ્યા હશે ? આ અંગે હવે આપ નેતા પંકજ ધામેલીયાએ (Pankaj Dhameliya) વીડિયો બનાવી માહિતી આપી છે. તેમણે બંને નેતાની મુલાકાત અંગે અલગ જ દાવો કરતા કહ્યું કે, જ્યારે આ મુલાકાત થઈ ત્યાં હું પણ ત્યાં જ હતો. કાંતિ અમૃતિયા ગોપાલભાઈને જોઈને દોડતા-દોડતા આવ્યા હતા અને પછી હાય, હેલ્લો કર્યા હતા.

આ પણ વાંચો- Gandhinagar : કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની મુલાકાત, સો. મીડિયા પોસ્ટે ચર્ચા જગાવી

કાંતિભાઈએ કહ્યું અને તેમાં 501મો હું પણ ગાંડો છું : ધામેલીયા

પંકજ ધામેલીયાએ વીડિયોમાં દાવો કર્યો કે, શેર કરેલી તસવીરોમાં અમે બધા ખડખડાટ હસતા નજરે પડી રહ્યા છે એનું કારણ એ છે કે કાંતિભાઈએ ખૂબ જ સરસ મજાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, મોરબીમાં અમારે 500 ગાંડા કાર્યકર્તા છે. અને તેમાં 501 મો હું પણ ગાંડો છું. પંકજ ધામેલીયાએ આગળ કહ્યું કે, આવા બે જવાબદારીભર્યા નિવેદનો ધારાસભ્ય આપતા હોય તો આપણે વિચારવાની જરૂર છે. આપણે કેવા લોકોને મત આપીએ છીએ ? ગાંડા વ્યક્તિને આપણે વોટ આપીએ છીએ ? વિચારજો...

આ પણ વાંચો- Surat: પંચશીલ નગરમાં ડ્રગ્સ માફિયાના રેકેટ મામલે ચોંકાવનારો ખુલાસો

કાંતિલાલ અમૃતિયાએ બંને નેતા વચ્ચે મુલાકાતની તસવીરો કરી પોસ્ટ

જણાવી દઈએ કે, MLA કાંતિલાલ અમૃતિયાએ તેમના ફેસબુક એકાઉન્ટ પર AAP નેતા ગોપાલ ઇટાલિયા સાથે મુલાકાતની (Gujarat Politics) કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ ફોટામાં બંને નેતાઓ એકબીજા સાથે વાત કરતા અને હસી-મજાક કરતા નજરે પડે છે. આ પોસ્ટ સાથે કાંતિલાલ અમૃતિયાએ લખ્યું કે, 'આજરોજ મુખ્યમંત્રીશ્રીની ઓફિસથી બહાર નીકળતા સમયે શ્રી ગોપાલભાઈ ઇટાલિયાની સાથે મુલાકાત કરી, સોશિયલ મીડિયા મારફતે મોરબીમાં ગઈકાલે આપના કાર્યકર્તાઓ દ્વારા નાગરિક પર કરેલ હુમલાની નિંદા કરી. મારા 30 વર્ષનાં જાહેર જીવન દરમિયાન, દરેક નાગરિકનાં પ્રશ્નને સહાનુભૂતિપૂર્વક સાંભળી, યોગ્ય તેમ જ સકારાત્મક અભિગમ દ્વારા જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે અને જનપ્રતિનિધિ સૌની ફરજમાં આવે છે. આ મુલાકાત દરમિયાન, આપનાં કાર્યકર્તાઓ દ્વારા મોરબીને (Morbi) બદનામ કરવાની કોશિશ કરવામાં આવે છે, તેને બંધ કરવા વિનંતી કરી... તેમ જ પ્રજા આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટીને (AAP) જરૂરથી જવાબ આપશે એવી ખાતરી આપી.'

મારી પૂરેપૂરી મોરેમોરાની તૈયારી છે : કાંતિ અમૃતિયા

ગુજરાત ફર્સ્ટ દ્વારા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા (Kantilal Amrutiya) સાથે આ મુદ્દે વાતચીત કરવામાં આવી હતી. દરમિયાન, તેમણે દાવો કરતા કહ્યું હતું કે, હજું પણ મોરમોરો કરવાનો છે. મારી પૂરેપૂરી મોરેમોરાની તૈયારી છે. વિધાનસભામાં પણ મોરેમોરાની તૈયારી છે. મોરબીમાં નાગરિકને લાફો મારવા અંગે ફરિયાદનો દાવો કરતા તેમણે કહ્યું કે, મેં ગોપાલ ઈટાલિયાને ફરિયાદ કરી. હજું તો માત્ર એક બેઠક જ આવી છે ત્યાં લાફાવાળી કરો છો.

આ પણ વાંચો- Jetpur: મગફળી થઇ ગઇ ફુરર, ચોરી થઇ કે સગેવગે કરાઇ!

Tags :
AAPBJPChallenge PoliticsGandhinagarGujarat Politicsgujaratfirst newsKantilal Amrutia and Gopal Italia meetMLA Kantilal AmrutiyamorbiPakaj DhameliaTop Gujarati NewsVisavadar MLA Gopal Italia
Next Article