Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Census News: ગુજરાતમાં વસ્તી ગણતરી-2027 નો પ્રારંભ, જાણો કેમ મહત્વની છે આ જનગણના

Gujarat Census News: આજથી ગુજરાતમાં વસ્તી ગણતરી-2027 (Population Census-2027) નો પ્રારંભ થયો છે, જે આઝાદી પછીની 8 મી અને દેશની 16 મી જનગણના છે. આ વર્ષની વસ્તી ગણતરીની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી કરવામાં આવી રહી છે.
gujarat census news  ગુજરાતમાં વસ્તી ગણતરી 2027 નો પ્રારંભ  જાણો કેમ મહત્વની છે આ જનગણના
Advertisement

Gujarat Census News: આજથી ગુજરાતમાં વસ્તી ગણતરી-2027 (Population Census-2027) નો પ્રારંભ થયો છે, જે આઝાદી પછીની 8 મી અને દેશની 16 મી જનગણના છે. આ વર્ષની વસ્તી ગણતરીની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી કરવામાં આવી રહી છે.

Gujarat માં વસ્તી ગણતરી-2027 નો પ્રારંભ

ગાંધીનગર (Gandhinagar) માં વહીવટી તંત્ર દ્વારા આજથી વસ્તી ગણતરી-2027 (Population Census-2027) ના પ્રથમ તબક્કાની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે. 1 જૂન થી 30 જૂન, 2026 સુધી ચાલનારા આ તબક્કામાં સમગ્ર રાજ્યમાં ઘર-યાદી અને મકાનોની ગણતરી હાથ ધરવામાં આવશે. અત્યાર સુધીમાં અંદાજે 3.74 લાખથી વધુ નાગરિકોએ સ્વ-ગણતરી (Self-enumeration) ઝુંબેશમાં સહભાગી થઈને ડિજિટલ માધ્યમનો સફળ ઉપયોગ કર્યો છે.

Advertisement

પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી થશે જનગણના

આ પ્રથમ વખત છે કે દેશમાં વસ્તી ગણતરી પેપરલેસ અને ડિજિટલ માધ્યમથી થઈ રહી છે.

Advertisement

ગુજરાતમાં 1.09 લાખથી વધુ ગણતરીદારો અને 18 હજારથી વધુ સુપરવાઇઝરો તૈનાત

ગુજરાત (Gujarat) રાજ્યભરમાં 1.09 લાખથી વધુ ગણતરીદારો (Enumerators) અને 18 હજારથી વધુ સુપરવાઇઝરો (Supervisors) આ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે.

પ્રથમ તબક્કામાં લોકોને પુછાશે કુલ 33 પ્રશ્નો

આ તબક્કામાં આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો સહિત કુલ ૩૩ પ્રશ્નો પૂછવામાં આવશે.

ગુજરાતી સહિત કુલ 16 ભાષાઓમાં ડેટા એન્ટ્રી થશે

ડેટા એન્ટ્રી માટે ગુજરાતી (Gujarati) સહિત કુલ 16 ભાષાઓનો ઉપયોગ કરવામાં આવશે.

વસ્તી ગણતરીનો બીજો તબક્કો ક્યારથી થશે શરુ

વસ્તી ગણતરીનો બીજો તબક્કો 9 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન યોજાશે, જેમાં જાતિ આધારિત (Caste-based) ગણતરી હાથ ધરવામાં આવશે.

પૂછપરછ માટે ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર

નાગરિકોની પૂછપરછ અને સહાય માટે ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 જાહેર કરવામાં આવ્યો છે.

ગોપનીયતા અને નિયમ

એકત્રિત કરવામાં આવેલી તમામ માહિતી સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે. નિયમ મુજબ, ખોટી માહિતી આપવી કે ગણતરીમાં અવરોધ ઊભો કરવો તે દંડને પાત્ર ગુનો છે.

આ પણ વાંચો:  IPL 2026 Final ને લઈને DyCM હર્ષભાઈ સંઘવીનું નિવેદન, કહ્યું- "ગુજરાતી ભોજન મીઠું, અને અમારો પ્રેમ પણ એટલો જ મીઠો"

Tags :
Advertisement

.

×