Gujarat Rain News: ગુજરાતના 54 તાલુકાઓમાં હજુ વરસાદનું ટીપુંય નથી પડ્યું, અત્યાર સુધી માત્ર આટલો વરસાદ નોંધાયો!
Gujarat Rain News: ગુજરાતમાં જૂન મહિનો પૂર્ણ થવાના આરે છે, પરંતુ હજુ સુધી ચોમાસું જામ્યું નથી. રાજ્યમાં જૂન મહિના દરમિયાન વરસાદની મોટી અને ભયજનક ઘટ સામે આવી રહી છે. અગાઉ થયેલા પ્રિ-મોન્સૂન વરસાદ અને શરૂઆતના સંકેતોને જોઈને ઉત્સાહમાં આવી ગયેલા ખેડૂતોએ મોટા પાયે વાવેતર તો કરી દીધું છે, પરંતુ હવે વાવેતર બાદ વરસાદ લાંબા સમયથી ખેંચાતા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે.
Advertisement
Gujarat Rain News: ગુજરાતમાં જૂન મહિનો પૂર્ણ થવાના આરે છે, પરંતુ હજુ સુધી ચોમાસું જામ્યું નથી. રાજ્યમાં જૂન મહિના દરમિયાન વરસાદની મોટી અને ભયજનક ઘટ સામે આવી રહી છે. અગાઉ થયેલા પ્રિ-મોન્સૂન વરસાદ અને શરૂઆતના સંકેતોને જોઈને ઉત્સાહમાં આવી ગયેલા ખેડૂતોએ મોટા પાયે વાવેતર તો કરી દીધું છે, પરંતુ હવે વાવેતર બાદ વરસાદ લાંબા સમયથી ખેંચાતા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. જો આગામી થોડા દિવસોમાં પૂરતો વરસાદ નહીં પડે તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર વાપરીને કરેલી વાવણી નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.

