ગુજરાતમાં વરસાદની વિચિત્ર સ્થિતિ: 38 તાલુકામાં 100%થી વધુ, 84 તાલુકા હજુ કોરા!
Gujarat Rain Statistics: ગુજરાતમાં વરસાદનું અસમાન ચિત્ર સામે આવ્યું છે. 38 તાલુકાઓમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે 84 તાલુકાઓમાં હજુ 50 ટકાથી ઓછો વરસાદ થયો છે. 35 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં જામનગરમાં 8 ઈંચ, દાહોદમાં 11 ઈંચ અને દ્વારકા-પોરબંદરમાં સરેરાશ વરસાદ નોંધાયો છે.
Advertisement
Gujarat Rain Statistics: રાજ્યમાં એકતરફ કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ (Heavy Rainfall) નોંધાયો છે, તો બીજી તરફ અનેક ભાગોમાં હજુ પણ વરસાદની મોટી ઘટ જોવા મળી રહી છે. ચોમાસાની વર્તમાન ઋતુમાં વરસાદનું અસમાન વિતરણ સામે આવ્યું છે, જેમાં રાજ્યના 38 તાલુકાઓમાં (Talukas) મોસમનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જ્યારે 84 તાલુકાઓ એવા છે જ્યાં હજુ સુધી 50 ટકા કરતા પણ ઓછો વરસાદ થયો છે.

