Gujarat Rain Forecast: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદનું સંકટ
IMD Alert Gujarat: રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) સક્રિય થવાના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી (Unseasonal Rain Forecast) કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દીવ અને દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે, જેના પગલે ધરતીપુત્રોમાં પાક નુકસાની અંગે ભારે ચિંતા જોવા મળી રહી છે.
Advertisement
Gujarat Rain Forecast: રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાના સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગ (IMD - India Meteorological Department) દ્વારા કરવામાં આવેલી તાજી આગાહી મુજબ, ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) ની અસર હવે ગુજરાત પર પણ જોવા મળશે. આ હવામાન પ્રણાલીને કારણે આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાત (South Gujarat) ના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) એટલે કે માવઠું પડવાની પૂરી શક્યતા છે.

