Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: કમોસમી વરસાદના પગલે સરકાર એક્શનમાં, CM જિલ્લા કલેક્ટરો સાથે સતત સંપર્કમાં

Gujarat Rain: રાજ્યમાં કમોસમી વરસાદના પગલે સરકાર એક્શનમાં આવી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) જિલ્લા કલેક્ટરો સાથે સતત સંપર્કમાં છે. તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવા વહીવટી તંત્રને નિર્દેશ આપ્યા છે. તેમજ પાંચ વરિષ્ઠ મંત્રીઓને CMએ અલગ અલગ જિલ્લાની જવાબદારી આપી છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને ભાવનગરની જવાબદારી અપાઈ છે.
gujarat rain  કમોસમી વરસાદના પગલે સરકાર એક્શનમાં  cm જિલ્લા કલેક્ટરો સાથે સતત સંપર્કમાં
Advertisement
  • Gujarat Rain: અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવા વહીવટી તંત્રના આપ્યા નિર્દેશ
  • પાંચ વરિષ્ઠ મંત્રીઓને CMએ અલગ અલગ જિલ્લાની આપી જવાબદારી
  • કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને અપાઈ ભાવનગરની જવાબદારી

Gujarat Rain: રાજ્યમાં કમોસમી વરસાદના પગલે સરકાર એક્શનમાં આવી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) જિલ્લા કલેક્ટરો સાથે સતત સંપર્કમાં છે. તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવા વહીવટી તંત્રને નિર્દેશ આપ્યા છે. તેમજ પાંચ વરિષ્ઠ મંત્રીઓને CMએ અલગ અલગ જિલ્લાની જવાબદારી આપી છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને ભાવનગરની જવાબદારી અપાઈ છે.

આદિજાતિ વિભાગના મંત્રી નરેશભાઈ પટેલને તાપી જિલ્લાની જવાબદારી

આદિજાતિ વિભાગના મંત્રી નરેશભાઈ પટેલને તાપી જિલ્લાની જવાબદારી છે. તથા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને જૂનાગઢની જવાબદારી આપી છે. તથા કેબિનેટ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજાને ગીર સોમનાથની જવાબદારી અપાઈ છે. રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાને અમરેલી જિલ્લાની જવાબદારી આપી છે. જેમાં મંત્રીઓ અધિકારીઓ સાથે બેઠક કરી સ્થિતિનો તાગ મેળવશે. તથા અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈ વહીવટી તંત્ર સાથે સંકલન કરશે.

Advertisement
Advertisement

Advertisement

Gujarat Rain: તંત્રને પરિસ્થિતિને પહોંચી વળવાનું માર્ગદર્શન આપવાના દિશાનિર્દેશો આપ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાથી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે રાજ્યના જિલ્લા કલેક્ટરો તથા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સતત સંપર્કમાં રહીને જિલ્લાઓની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓને આ કમોસમી વરસાદથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી પહોંચીને જિલ્લા વહીવટી તંત્રને પરિસ્થિતિને પહોંચી વળવાનું માર્ગદર્શન આપવાના દિશાનિર્દેશો આપ્યાં છે.

આ પણ વાંચો: Gujarat Rain: એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ભારે વરસાદની આગાહી

Tags :
Advertisement

.

×