Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain : 24 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા કેટલો ખાબક્યો વરસાદ

હવામાન વિભાગે આગામી 2 દિવસ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી
gujarat rain   24 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં મેઘમહેર  જાણો ક્યા કેટલો ખાબક્યો વરસાદ
Advertisement
  • અરવલ્લીના મોડાસામાં અઢી ઈંચ વરસાદ
  • સરસ્વતી અને પાટણ તાલુકામાં 2-2 ઈંચ વરસાદ
  • આંકલાવ અને મહેસાણામાં 2-2 ઈંચ વરસાદ

Gujarat Rain : ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જેમાં અમદાવાદ સહિતના શહેરોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં વરસાદી માહોલ શહેરમાં જોવા મળ્યો છે. મોડી રાતથી જ ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી. અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી કરી હતી. પશ્ચિમ રાજસ્થાનમાં અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. તે સિવાય ૩ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી માહોલ બન્યો છે.

અરવલ્લીના મોડાસામાં અઢી ઈંચ વરસાદ પડ્યો

24 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં અરવલ્લીના મોડાસામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ સરસ્વતી અને પાટણ તાલુકામાં 2-2 ઈંચ વરસાદ આવ્યો છે. આંકલાવ અને મહેસાણામાં 2-2 ઈંચ વરસાદ તથા પોશીના, ઊંઝા, આણંદમાં પોણા 2 ઈંચ વરસાદ સાથે સિદ્ધપુર, વિજાપુર, મેઘરજમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. તથા વડગામ, હિંમતનગર, પાલનપુરમાં દોઢ ઈંચ વરસાદ અને કડી, માણસા, વિસનગર, બાયડમાં 1-1 ઈંચ વરસાદ તેમજ લુણાવાડા, ગળતેશ્વર, ધનપુરામાં 1-1 ઈંચ વરસાદ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.

Advertisement

તંત્રએ સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તેમાં પણ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતને ફરી વરસાદ ધમરોળી શકે છે. હવામાન વિભાગે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તથા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સાથે જ દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે તેવી શક્યતા છે. તંત્રએ સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

Advertisement

આ પણ વાંચો: Gujarati Top News : આજે 29 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×