Gujarat Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ મામલે જાણો અંબાલાલ પટેલની આગાહી
- સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા
- ગુજરાત રાજ્યમાં ચોમાસુ એકંદરે સારું રહેવાની આગાહી છે
- આગામી સાત દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા
Gujarat Rain: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં આગામી 5 થી 10 જૂનમાં મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. તથા 10 જૂન આસપાસ રાજ્યમાં નબળા ચોમાસાનું આગમન થશે. તેમજ 12 થી 15 જૂન રાજ્યમાં ગાજવીજ સાથે ચોમાસાનો ભારે વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરના પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા
સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. પૂર્વ ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 18 જૂન પછી બંગાળના ઉપસાગરમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ બનશે. તથા 21 થી 23 જૂનમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તથા પૂર્વ ભારતના અને પૂર્વીય મધ્ય પ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. 31 જુલાઈ સુધી રાજ્યમાં ખૂબ સારો ભારે વરસાદ પડી શકે છે. જુલાઈ મહિનામાં પવનનું જોર વધારે રહેશે અને ગાજવીજ થવાની શક્યતા છે. તથા રાજ્યમાં ચોમાસુ એકંદરે સારું રહેવાની આગાહી છે.
આગામી સમયમાં સાનુકૂળ વાતાવરણ સર્જાશે તો ગુજરાત સુધી ચોમાસુ પહોંચશે
અમદાવાદ હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે. જેમાં આગામી સાત દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ રહેવાની શક્યતા છે. તથા હાલમાં રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય નહી. તથા ભેજના કારણે રાજ્યમાં વરસાદ રહી શકે છે. તેમજ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહિવત છે. તથા ત્રણથી ચાર દિવસ બાદ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. હાલ ચોમાસુ મુંબઈ સુધી પહોંચ્યું છે. આગામી સમયમાં સાનુકૂળ વાતાવરણ સર્જાશે તો ગુજરાત સુધી ચોમાસુ પહોંચશે.
આ પણ વાંચો: Ahmedabad : રાણીપમાં નશો કરી પોલીસકર્મીએ સર્જ્યો અકસ્માત, ત્રણથી ચાર વાહનોને કારે અડફેટે લીધા