Gujarat Rajya Sabha candidate declared: ગુજરાતમાંથી કોને મળી રાજ્યસભાની ટિકિટ? જુઓ આખી યાદી
BJP Rajya Sabha Candidates 2026: ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party - BJP) ના કેન્દ્રીય કાર્યાલય, નવી દિલ્હી (New Delhi) થી જાહેર કરાયેલી અખબારી યાદી અનુસાર, પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ વિવિધ રાજ્યોમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણી અને પેટાચૂંટણી માટે પોતાના સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલય પ્રભારી અરુણ સિંહ (Arun Singh) ની સહી સાથે આ યાદી સત્તાવાર રીતે બહાર પાડવામાં આવી છે.
ગુજરાત અને અન્ય રાજ્યોના ઉમેદવારોની યાદી
આ જાહેરાતમાં પશ્ચિમ અને ઉત્તર ભારતના મહત્વના રાજ્યો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ગુજરાત (Gujarat) રાજ્યમાંથી ભાજપે ચાર મહત્વના ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે, જેમાં રાજુભાઈ શુક્લા (Rajubhai Shukla), મુકેશભાઈ રાઠવા (Mukeshbhai Rathwa) અને જીતેન્દ્ર મેઘજીભાઈ કંજારિયા (Jitendra Meghjibhai Kanzariya) અને માનસિંહ પરમારના નામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશ (Arunachal Pradesh) માંથી તાઈ તાગાક (Tai Tagak) ને ટિકિટ આપવામાં આવી છે.
રાજ્યસભાના 4 ઉમદેવારો ભાજપે કર્યા જાહેર
ગુજરાતમાં 4 બેઠક પર યોજાશે રાજ્યસભાની ચૂંટણી
રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમારની જાહેરાત
જીતેન્દ્ર કંઝારીયાના નામની પણ કરવામાં આવી જાહેરાત@BJP4Gujarat #BJP #RajyaSabha #GujaratElections #RajuShukla #MukeshRathwa #MansinhParmar… pic.twitter.com/RmhBkBqwWi— Gujarat First (@GujaratFirst) June 4, 2026
મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મણિપુરમાં મંજૂરી
મધ્ય પ્રદેશ (Madhya Pradesh) માંથી ભાજપે બે અગ્રણી નેતાઓ તરૂણ ચુગ અને રજનીશ અગ્રવાલ (Rajneesh Agrawal) પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. જ્યારે રાજસ્થાન (Rajasthan) માંથી પૂર્વ પ્રદેશ પ્રમુખ ડો. સતીશ પૂનિયા (Dr. Satish Poonia) અને ડો. અલકા ગુર્જર (Dr. Alka Gurjar) ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પૂર્વોત્તર રાજ્ય મણિપુર (Manipur) માંથી એ. શારદા દેવી ( A. Sharda Devi) ના નામ પર કેન્દ્રીય સમિતિએ મહોર લગાવી છે. તે સિવાય ઓડિશા (Odisha) ની રાજ્યસભા પેટાચૂંટણી માટે દેબાશીષ સામંતરાય (Debashish Samantaray) ના નામની જાહેરાત કરાઈ છે.
રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોનું લિસ્ટ
પક્ષના સંગઠનને મજબૂત બનાવવાનો પ્રયાસ
રાજ્યસભાની આ ચૂંટણી આગામી સમયમાં સંસદના ઉચ્ચ સદનમાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત કરશે. પક્ષ દ્વારા આ યાદીમાં પ્રાદેશિક અને જ્ઞાતિગત સમીકરણોને સંતુલિત કરવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે. વરિષ્ઠ નેતા તરુણ ચુગ (Tarun Chugh) નું નામ પણ આ યાદીના સંદર્ભમાં સંગઠન સ્તરે ચર્ચામાં રહ્યું છે. ભાજપ હાઈકમાન્ડે તમામ રાજ્યોના સ્થાનિક સંગઠનો સાથે પરામર્શ કર્યા બાદ જ આ નામોને આખરી ઓપ આપ્યો છે, જે આગામી રાજકીય વ્યૂહરચના માટે અત્યંત મહત્વનો ગણાય છે.


