Gujarat Rajya Sabha Election 2026: જૂન મહિનામાં 4 બેઠકો માટે યોજાશે ચૂંટણી
- Gujarat Rajya Sabha Election 2026: 4 બેઠકો માટે યોજાશે ચૂંટણી
- ગુજરાતમાં જૂન માસમાં રાજ્યસભાની 4 બેઠકો ખાલી થશે
- કોંગ્રેસની એક બેઠક તો ભાજપની ૩ બેઠકો ખાલી થશે
- રાજ્યના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર આવવાની શક્યતા
- કોંગ્રેસના એકમાત્ર સાંસદ શક્તિસિંહ ગોહિલની બેઠક થશે ખાલી
- ભાજપના નરહરિ અમીન, રમિલા બારા અને રામ મોકરીયાનો કાર્યકાળ થશે પૂર્ણ
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાત (Gujarat) ના રાજકારણમાં આગામી જૂન માસમાં ગરમાવો જોવા મળશે, કારણ કે રાજ્યસભા (Rajya Sabha) ની 4 મહત્વની બેઠકો ખાલી થવા જઈ રહી છે. આ બેઠકો પર હાલમાં પ્રતિનિધિત્વ કરી રહેલા સાંસદોનો છ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા ચૂંટણી પંચ (Election Commission) દ્વારા ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. આ 4 બેઠકો પૈકી 3 બેઠકો ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે છે, જ્યારે 1 બેઠક કોંગ્રેસ (Congress) પાસે છે.
કોંગ્રેસના એકમાત્ર સાંસદ શક્તિસિંહ ગોહિલની બેઠક થશે ખાલી
સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) ના પ્રમુખ અને દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) ની બેઠક ખાલી થવા જઈ રહી છે. તેઓ અત્યારે ગુજરાતમાંથી કોંગ્રેસના એકમાત્ર રાજ્યસભા સાંસદ છે. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ જોતા આ બેઠક જાળવી રાખવી તેમના માટે મોટો પડકાર સાબિત થશે. બીજી તરફ, સત્તાધારી પક્ષ ભાજપના ત્રણ અનુભવી નેતાઓનો કાર્યકાળ પણ જૂન માસમાં સમાપ્ત થઈ રહ્યો છે. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીન (Narhari Amin), આદિવાસી નેતા રમિલાબેન બારા (Ramilaben Bara) અને સૌરાષ્ટ્રના અગ્રણી નેતા રામભાઈ મોકરીયા (Rambhai Mokariya) નો સમાવેશ થાય છે.
ગુજરાતમાં જૂન માસમાં રાજ્યસભાની 4 બેઠકો ખાલી થશે
ગાંધીનગર (Gandhinagar) ખાતે સચિવાલયમાં આ ચૂંટણીને લઈને અત્યારથી જ ગણગણાટ શરૂ થઈ ગયો છે. ભાજપ આ ચારેય બેઠકો કબજે કરવા માટે મક્કમ છે, જ્યારે વિપક્ષ પોતાની અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. જૂન માસ (June Month) માં ટર્મ પૂરી થતી હોવાથી મે મહિનાના અંત સુધીમાં નોટિફિકેશન જાહેર થઈ શકે છે.
રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર આવવાની શક્યતા
નવા સમીકરણો મુજબ, ભાજપ નવા ચહેરાઓને તક આપે છે કે જૂના જોગીઓને રિપીટ કરે છે તેના પર સૌની નજર રહેશે. ખાસ કરીને રમિલાબેન બારાના સ્થાને કોઈ નવા મહિલા ચહેરાને કે રામભાઈ મોકરીયાની જગ્યાએ અન્ય કોઈ ઓબીસી (OBC) નેતાને સ્થાન મળે છે કે કેમ તે જોવું રહ્યું.
આ પણ વાંચો: રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું AAP માંથી રાજીનામું, 8 સાંસદો સાથે ભાજપમાં જોડાશે


