Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rojgar Bharti Mela : ગુજરાતનો નવો રેકોર્ડ: 6.54 લાખ યુવાનો, ડાયરેક્ટ નોકરી!

ગુજરાત સરકારના રોજગાર ભરતીમેળાઓ થકી છેલ્લા 5 વર્ષમાં 6.54 લાખથી વધુ યુવાનોને મળી ખાનગી ક્ષેત્રમાં નોકરી. ટાટા અને રિલાયન્સ જેવી દિગ્ગજ કંપનીઓ બની સહભાગી બની. 
gujarat rojgar bharti mela   ગુજરાતનો નવો રેકોર્ડ  6 54 લાખ યુવાનો  ડાયરેક્ટ નોકરી
Advertisement

Gujarat Rojgar Bharti Mela :  ગુજરાત સરકારના રોજગાર ભરતીમેળાઓ થકી છેલ્લા ૫ વર્ષમાં ૬.૫૪ લાખથી વધુ યુવાનોને મળી ખાનગી ક્ષેત્રમાં નોકરી. ટાટા અને રિલાયન્સ જેવી દિગ્ગજ કંપનીઓ બની સહભાગી બની. 

કોઈપણ પ્રગતિશીલ રાજ્ય કે રાષ્ટ્રના સર્વાંગી આર્થિક અને સામાજિક વિકાસનો સાચો આધાર તેના યુવાધનની ઊર્જા અને તેમને મળતી યોગ્ય આજીવિકા પર રહેલો છે. ગુજરાત સરકારે હંમેશાં યુવાનોના કૌશલ્યવર્ધન અને રોજગારીને પોતાની પ્રાથમિકતાના કેન્દ્રમાં રાખ્યા છે. રાજ્યના શ્રમ, રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા યુવાનોને સક્ષમ બનાવવા માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ છે. સરકારી માધ્યમો અને કોર્પોરેટ જગત વચ્ચે એક મજબૂત સેતુ સ્થાપીને, રાજ્ય સરકારે લાખો લાયકાત ધરાવતા યુવાનોને આત્મનિર્ભરતા તરફ આગળ વધાર્યા છે.

Advertisement

Gujarat Rojgar Bharti Mela : રાજ્યમાં કુલ 7403 જેટલા મેગા રોજગાર ભરતીમેળાઓ 

ગુજરાત સરકારના સત્તાવાર અહેવાલ અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં (વર્ષ2021-22 થી 2025.26) રોજગાર ભરતીમેળાઓની એક મોટી શૃંખલા ઊભી કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત કુલ 6.54 લાખ કરતાં વધુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત નોકરીઓ મેળવવામાં સફળતા સાંપડી છે. આ ભગીરથ કાર્યને પહોંચી વળવા માટે સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ 7403 જેટલા મેગા રોજગાર ભરતીમેળાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા(Kunwarjibhai Bavlia) અને રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા(Kantilal Amrutiya)ના સીધા માર્ગદર્શન હેઠળ યુવાનોને તેમની શૈક્ષણિક લાયકાત તેમજ ટેકનિકલ કૌશલ્ય મુજબ કામ મળી રહે તે માટે અત્યંત આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવી રહી છે. આ આયોજનની સફળતાના ભાગરૂપે માત્ર વર્ષ 2025-26 ના એક જ વર્ષમાં રાજ્યમાં1333 રોજગાર ભરતી-મેળા યોજાયા હતા, જેમાં 1,15,774 થી વધુ ઉત્સાહી યુવાનોને રોજગારીના નિમણૂક પત્રો સ્થળ પર જ એનાયત કરવામાં આવ્યા હતા.

Gujarat Rojgar Bharti Mela :  કોર્પોરેટ જગતની જાયન્ટ કંપનીઓની વ્યાપક ભાગીદારી

આ રોજગાર મેળાઓની સૌથી મોટી વિશેષતા એ રહી છે કે તેમાં દેશ અને દુનિયાની ટોચની કોર્પોરેટ કંપનીઓએ સીધા જ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લઈને સ્થળ પર જ પસંદગી કરી હતી. સમગ્ર રાજ્યમાંથી 28000 થી વધુ નોકરીદાતાઓ (Employers) આ રોજગાર મેળાઓમાં સામેલ થયા હતા.

  • Automobile and manufacturing sector: ટાટા મોટર્સ, સુઝુકી મોટર્સ અને હોન્ડા મોટરસાયકલ.

  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્સટાઇલ(Infrastructure and Textiles): આર્સેલર મિત્તલ અને અરવિંદ લિમિટેડ.

  • ટેલિકોમ્યુનિકેશન(Telecommunications): રિલાયન્સ જીઓ.

  • ફાર્માસ્યુટિકલ સેક્ટર(Pharmaceutical sector): ટોરેન્ટ ફાર્મા.

  • ગ્રીન અને રીન્યુએબલ એનર્જી સેક્ટર: આ સેક્ટરમાં કાર્યરત અદાણી સોલર જેવી પ્રતિષ્ઠિત કંપનીઓએ ખૂબ જ મોટા પાયે ગુજરાતના આઈ.ટી.આઈ (ITI) અને અન્ય સ્નાતક યુવાનોની પસંદગી કરી આર્થિક પ્રગતિની નવી દિશા આપી છે.

46 રોજગાર કચેરીઓનું સુદ્રઢ ડિજિટલ અને ફિઝિકલ નેટવર્ક

રોજગાર વિભાગ હાલમાં નોકરીવાંચ્છુ ઉમેદવારો અને કોર્પોરેટ કંપનીઓ વચ્ચે એક વિશ્વસનીય 'સેતુ' (Bridge) સમાન કામગીરી બજાવી રહ્યું છે. રાજ્યની સક્રિય ૪૬ રોજગાર કચેરીઓ દ્વારા સૌપ્રથમ વિવિધ ઉદ્યોગો અને કંપનીઓની વર્તમાન જરૂરિયાતો તેમજ ખાલી જગ્યાઓની વિગતો મેળવવામાં આવે છે. ત્યારબાદ આ જરૂરિયાતો અનુસાર વિવિધ શાળાઓ, કોલેજો કે આઈ.ટી.આઈ. (ITI) કેમ્પસનો સંપર્ક સાધીને સોશિયલ મીડિયા, ઇ-મેઇલ, ટેક્સ્ટ મેસેજ અને સત્તાવાર પત્ર વ્યવહાર દ્વારા લાયક ઉમેદવારોને પૂર્વ-માહિતી પૂરી પાડવામાં આવે છે, જેથી ભરતીમેળાના દિવસે ઇન્ટરવ્યુની પ્રક્રિયા પારદર્શી અને ઝડપી બની રહે છે.

સંદર્ભ અને નેશનલ વિઝન:

આ સમગ્ર અભિયાન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત @ ૨૦૪૭' ના ભવ્ય સ્વપ્નને સાકાર કરવામાં યુવાધનની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો એક ભાગ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દ્રઢ સંકલ્પ હેઠળ ગુજરાત આજે નેશનલ કરિયર સર્વિસ (NCS) અને સ્કીલ ઇન્ડિયા મિશન જેવા રાષ્ટ્રીય આયામો સાથે કદમ મિલાવીને દેશભરમાં રોજગાર ક્ષેત્રે અગ્રેસર (લીડર) રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે.

ભરતીમેળાઓ થકી છેલ્લા ૫ વર્ષમાં 6.54 લાખથી વધુ યુવાનોને મળી ખાનગી ક્ષેત્રમાં રોજગારી

  • મુખ્ય હાઇલાઇટ્સ:

    • રાજ્યભરમાં આયોજિત 7403 ભરતીમેળાઓમાં 28000થી વધુ ખાનગી કંપનીઓએ ઉત્સાહભેર લીધો ભાગ.

    • ટાટા, અદાણી, રિલાયન્સ, આર્સેલર મિત્તલ અને હોન્ડા જેવી વૈશ્વિક જાયન્ટ કંપનીઓ બની યુવાનોની સહભાગી.

    • વર્ષ 2025-26 ના એક જ વર્ષમાં 115774 થી વધુ યુવાનોને એનાયત કરાયા નિમણૂક પત્રો.

ગુજરાત સરકારની દીર્ઘદ્રષ્ટિ વાળી નીતિઓ અને મેગા ભરતીમેળાઓ માત્ર આંકડાકીય રીતે જ નહીં પરંતુ સામાજિક સશક્તિકરણની દ્રષ્ટિએ પણ માઇલસ્ટોન સાબિત થયા છે. ટાટા, અદાણી, રિલાયન્સ જેવી વૈશ્વિક જાયન્ટ કંપનીઓનું આ મેળાઓમાં પ્રત્યક્ષ જોડાવું એ ગુજરાતના ઔદ્યોગિક વાતાવરણ અને અહીંના યુવાનોની પ્રતિભા પર વૈશ્વિક ઉદ્યોગોનો અતૂટ ભરોસો દર્શાવે છે. આગામી સમયમાં કૌશલ્ય વિકાસ સાથે લિંક થયેલું આ આધુનિક નેટવર્ક રાજ્યના છેવાડાના યુવાન સુધી આજીવિકાની નવી તકો પહોંચાડી 'આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરશે.

આ પણ વાંચો સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર: ગુજરાતમાં લાગુ થશે 'Work From Home'?

Tags :
Advertisement

.

×