Gujarat સચિવાલયમાં મોટો વહીવટી ફેરબદલ: GAD ના 13 ઉપસચિવોની બદલી અને બઢતી
- Gujarat: સચિવાલય સેવાના કુલ 13 ઉપસચિવોની સરકારી કામગીરીમાં ફેરફાર કરાયા
- પંકજ સખરેલિયા સહિત 4 ઉપસચિવોની ખાતાની અંદર આંતરિક બદલી
- 5 અધિકારીઓને વિભાગમાં નવી નિમણૂક મળી
- સેક્શન અધિકારી સંવર્ગના 4 કર્મચારીઓને ઉપસચિવ તરીકે હંગામી પ્રમોશન
Gujarat: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સચિવાલય ખાતે વહીવટી તંત્રને વધુ ગતિશીલ બનાવવા માટે વર્ગ- 1 સંવર્ગના અધિકારીઓની આંતરિક બદલી, બઢતી અને નવી નિમણૂકોના મહત્વના આદેશો કરવામાં આવ્યા છે. સંયુક્ત સચિવ રોનક મહેતા દ્વારા આજે 21 મે 2026 ના રોજ પ્રસિદ્ધ થયેલી સત્તાવાર અધિસૂચના અનુસાર, સચિવાલય સેવાઓના કુલ 13 ઉપસચિવ (Deputy Secretary) સ્તરના અધિકારીઓની કામગીરીમાં ફેરફાર કરી દેવાયા છે.
4 અધિકારીઓની આંતરિક બદલી
આ વહીવટી પ્રક્રિયા અંતર્ગત મુખ્યત્વે 4 અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં ઉપસચિવ પંકજ રસિકભાઈ સખરેલિયાને તપાસ-1 માંથી બદલીને આરટીઆઈ સેલ તથા વસુતાપ્ર-4 ની જવાબદારી સોંપાઈ છે. જ્યારે ધર્મેશ કે. પરીખને આરટીઆઈ સંકલનમાંથી હટાવી તપાસ- 2 ના ઉપસચિવ બનાવાયા છે. ચૂંટણી વિભાગના ઉપસચિવ હમિતકુમાર પી. યુરેનસને સેવા-3 માં અને તાલીમ વિભાગના ઉપસચિવ અંકિતકુમાર જી. પટેલને હવે આરટીઆઈ સંકલન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.
5 અધિકારીઓને નવી નિમણૂક
જ્યારે સચિવાલયની અન્ય કચેરીઓમાંથી બદલી થઈને સામાન્ય વહીવટ વિભાગમાં હાજર થયેલા 5 અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી નિમણૂક અપાઈ છે. આ યાદીમાં કુણાલ આર. નામપુરકરને ઉપસચિવ (સેવા-2), યુવરાજસિંહ પી. જાડેજાને ઉપસચિવ (ક.ગ), કિરીટ કે. વ્યાસને ઉપસચિવ (ચૂંટણી), દર્શન ડી. દેસાઈને મુખ્ય સચિવના કાર્યાલય ખાતે ઉપસચિવ અને અવની જી. જોષીને ઉપસચિવ (તપાસ-1) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગુજરાત સામાન્ય વિભાગમાં બદલીના આદેશ
13 અધિકારીઓની બદલીના આદેશ .. વાંચો લીસ્ટ#GujaratGovernment #GAD #TransferOrders #Secretariat #Gandhinagar #BreakingNews #LocalNews #GujaratFirst #AdministrativeReforms #GovernmentOfficers #LatestUpdates #Bureaucracy
Gujarat GAD transfer order… pic.twitter.com/DI9ZWigyB8— Gujarat First (@GujaratFirst) May 21, 2026
આ ઉપરાંત, સચિવાલય સેવાના સેક્શન અધિકારી (વર્ગ-2) તરીકે ફરજ બજાવતા અધિકારીઓને હંગામી ધોરણે ઉપસચિવ (વર્ગ-1) તરીકે પ્રમોશન (બઢતી) આપી નવી પોસ્ટિંગ આપવામાં આવી છે. પ્રમોશન મેળવનારાઓમાં મહેન્દ્ર એસ. ચાવડાને ઉપસચિવ (વહીવટી સુધારણા), આશિષકુમાર બી. પટેલને ઉપસચિવ (ચૂંટણી) અને હેતલ એસ. પ્રભાકરને ઉપસચિવ (તપાસ-3) તરીકે નવી જવાબદારી સોંપાઈ છે. તેમજ મુખ્ય સચિવ કાર્યાલયમાં સેક્શન અધિકારી તરીકે કાર્યરત હર્ષદર્શન આર. પટેલને પણ ઉપસચિવ તરીકે બઢતી આપીને મુખ્ય સચિવના કાર્યાલય ખાતે જ નિમણૂક યથાવત રાખવામાં આવી છે.
બદલીઓ તાત્કાલિક અસરથી અમલી બનશે
આ વ્યાપક ફેરબદલ સાથે જ પરેશ એચ. ગાંધી, સત્કાર એ. દેસાઈ અને ડૉ. અંકિતકુમાર જી. પટેલ સહિતના અધિકારીઓને વધારાના હવાલાઓમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે અંકિત પટેલની બદલીથી ખાલી પડેલી તાલીમ વિભાગની જગ્યાનો વધારાનો હવાલો મહેન્દ્ર એસ. ચાવડાને સોંપવાનો હુકમ કરાયો છે. વહીવટી સરળતા અને સરકારી કામગીરીની ચોકસાઈ વધારવાના હેતુથી આ બદલીઓ તાત્કાલિક અસરથી અમલી બનશે.
આ પણ વાંંચોઃ Chhotaudepur: LPG સિલિન્ડરની સમસ્યામાંથી નાગરિકોને મળશે રાહત, સાંસદની જાહેરાત


