ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાત ST નિગમની અત્યાધુનિક “Double Decker AC Electric Bus”નું ગિફ્ટ સિટીથી થયું લોન્ચિંગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર સેવામાં મૂકાઈ રહેલી અતિઆધુનિક ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસ (Double Decker AC Electric Bus) નું લોચિંગ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત...
11:57 PM Jan 07, 2024 IST | Hardik Shah
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર સેવામાં મૂકાઈ રહેલી અતિઆધુનિક ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસ (Double Decker AC Electric Bus) નું લોચિંગ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત...
Source : Google

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર સેવામાં મૂકાઈ રહેલી અતિઆધુનિક ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસ (Double Decker AC Electric Bus) નું લોચિંગ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા અને બંને મહાનુભા હોય બસની સફરનો આનંદ પણ માણ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) એ અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટિવિટી અને અસરકારક પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને ગતિશક્તિની આધારશીલા ગણાવી છે. આ જ શ્રૃંખલામાં મુસાફરલક્ષી વધુ એક સેવાનો પ્રારંભ આ ડબલ ડેકર એવી ઈલેક્ટ્રિક બસ (Electric Bus) ના લોચિંગથી થયો છે. માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આવી પાંચ અતિઆધુનિક ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસ (Double Decker AC Electric Bus) ખરીદીનું આયોજન છે. તે પૈકીની બે બસોનું લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વાઈબ્રન્ટ સમિટ-2024ની પ્રી-ઈવેન્ટરૂપે ગિફ્ટ સિટી (Gift City) થી કર્યું હતું.

આ બસ સેવાઓનું વાઈબ્રન્ટ સમિટ (Vibrant Summit) ના ભાગરૂપે સોમવાર 8મી જાન્યુઆરીથી ગિફ્ટ સિટીથી મહાત્મા મંદિર (Gift City to Mahatma Mandir) સુધી સંચાલન કરવામાં આવશે. એટલું જ નહીં, વાઈબ્રન્ટ સમિટ પછી સરખેજ-ગાંધીનગર-ગિફ્ટ સિટી રૂટ પર તેનું પ્રાથમિક સંચાલન નિગમ દ્વારા કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસનું લોન્ચિંગ કર્યું તે અવસરે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી, ગિફ્ટ સિટીના ચેરમેન ડો. હસમુખ અઢિયા, ગિફ્ટના એમ.ડી તપન રે તથા વાહનવ્યવહાર અને બંદરો તથા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, એસ.ટી. નિગમના વહીવટી સંચાલકશl એમ.એ. ગાંધી અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ - સંજય જોશી

આ પણ વાંચો - આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના રણમાં આર્મીના જવાન દ્વારા જમીન નૌકા વિહાર અભિયાનનું આયોજન કરાયું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
CM Bhupendra PatelDouble Decker AC Electric Buselectric busGandhinagarGift CityGujaratGujarat FirstGujarat NewsGujarat ST CorporationHarsh SanghaviMahatma MandirVibrant SummitVibrant Summit 2024
Next Article