Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: HUDA રદ કરવા અંગે રાજ્ય સરકારે કર્યો પત્ર, જાણો સમગ્ર મામલો

Gujarat: HUDA રદ કરવા અંગે રાજ્ય સરકારે પત્ર કર્યો છે. જેમાં HUDA માંથી હિંમતનગરના 11 ગામોને દૂર કરાયા છે. અગાઉ HUDA હિંમતનગર શહેરી વિકાસ સત્તા મંડળ બનાવવાના નિર્ણયનો વિરોધ થયો હતો. તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે થયેલ અગાઉની બેઠકમાં HUDA સ્થગિત કરવા નિર્ણય થયો હતો. તથા શહેરી વિકાસ વિભાગે HUDA નો નિર્ણય સ્થગિત કર્યો છે.
gujarat  huda રદ કરવા અંગે રાજ્ય સરકારે કર્યો પત્ર  જાણો સમગ્ર મામલો
Advertisement
  • અગાઉ HUDA હિંમતનગર શહેરી વિકાસ સત્તા મંડળ બનાવવાના નિર્ણયનો થયો હતો વિરોધ
  • નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે થયેલ અગાઉની બેઠકમાં HUDA સ્થગિત કરવા થયો હતો નિર્ણય.
  • શહેરી વિકાસ વિભાગે HUDA નો નિર્ણય સ્થગિત કર્યો છે

Gujarat: HUDA રદ કરવા અંગે રાજ્ય સરકારે પત્ર કર્યો છે. જેમાં HUDA માંથી હિંમતનગરના 11 ગામોને દૂર કરાયા છે. અગાઉ HUDA હિંમતનગર શહેરી વિકાસ સત્તા મંડળ બનાવવાના નિર્ણયનો વિરોધ થયો હતો. તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે થયેલ અગાઉની બેઠકમાં HUDA સ્થગિત કરવા નિર્ણય થયો હતો. તથા શહેરી વિકાસ વિભાગે HUDA નો નિર્ણય સ્થગિત કર્યો છે.

જાણો સમગ્ર ઘટના

સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં HUDA (હિમતનગર શહેરી વિકાસ સત્તામંડળ) લાગુ થયા બાદ હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ વિરોધનો વંટોળ ઉભો થયો હતો, ખાસ કરીને હુડામાં સમાવિષ્ટ 11 ગામના સ્થાનિકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો હતો. ત્યારે આગામી સમયમાં હુડા રદ કરવા માટેના કાર્યક્રમોની પણ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. આ માટે હુડાનો અમલીકરણ થાય તે માટે 11 ગામના સરપંચો અને ગામના આગેવાનો દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી હતી.

Advertisement

Advertisement

ડ્રાફ્ટ પ્લાનમાં આસપાસના 11 ગામનો સમાવેશ પણ કરવામાં આવ્યો

રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી છે. જે બાબતે તાજેતરમાં તંત્રએ ડ્રાફ્ટ પ્લાન જાહેર કર્યો છે. આ ડ્રાફ્ટ પ્લાનમાં આસપાસના 11 ગામનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. જોકે આ હુડાનો અમલીકરણ થાય તે 11 ગામના વ્યક્તિઓને મંજૂર ન હોવાનો વિરોધ પણ શરૂ થઈ ચૂક્યો છે. જેથી આ 11 ગામના સરપંચો અને ગામના આગેવાનો દ્વારા હાલમાં એક કમિટીની રચના કરવામાં આવી છે અને પ્રથમ તબક્કાનો વિરોધ દર્શાવવાની શરૂઆત કરી દીધી છે.

સ્થાનિકો હુડા રદ કરવા માટે જ વિરોધ દર્શાવી રહ્યા છે

હિંમતનગર શહેરમાં અગાઉ વર્ષ 2015માં પણ હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે પણ 11 ગામના લોકો દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેને લઇને તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા હુડાના અમલીકરણને સ્થગિત કરવામાં આવ્યું હતું. જોકે ત્યાર બાદ ફરી એકવાર હિંમતનગર શહેરમાં હુડાનું અમલીકરણ થવા જઈ રહ્યું હતુ તે પૂર્વે જ વિરોધનો વંટોળ શરૂ થયો હતો અને ખાસ કરીને 11 ગામના સ્થાનિકો દ્વારા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી સમક્ષ વિરોધ કરી રહ્યા છે. મુખ્ય તો ખેડૂતો અને સ્થાનિકો હુડા રદ કરવા માટે જ વિરોધ દર્શાવી રહ્યા છે.

HUDAના ડ્રાફ્ટ પ્લાનમાં 40% જમીન કપાત થતી હોવાને લઈ ખેડૂતોનો વિરોધ

સ્થાનિકોની વાત પ્રમાણે અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીના 1976ના નિયમ અનુસાર ખેડૂતોની જમીન સંપાદિત થતી નથી, પરંતુ આ HUDAના ડ્રાફ્ટ પ્લાનમાં 40% જમીન કપાત થતી હોવાને લઈ ખેડૂતો વિરોધ દર્શાવી રહ્યા છે. જેથી ખેડૂતોને તો આ પ્લાનથી જ મોટું નુકસાન થયું હોય એવું લાગી રહ્યું છે, ત્યારે હાલમાં ખેડૂતો દ્વારા હુડાના અમલીકરણ બાબતે અરજીઓ રજૂ કરી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે અને આગામી કાર્યક્રમો ઘડવામાં આવી રહ્યા હતા.

35 હજાર ખેડૂત ખાતેદારોની જમીન અને મિલકતનો સમાવેશ

ખાસ આ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં 11 ગામના 9 હજાર સર્વે નંબરની 20 હજાર એકર જમીન ધરાવતા 35 હજાર ખેડૂત ખાતેદારોની જમીન અને મિલકતનો સમાવેશ થાય છે. જેના કારણે આ વિરોધનો વંટોળ ઉભો થયો છે. તો બીજી તરફ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીના સીઈઓ દ્વારા હુડા અંગેની સમજણ આપવા સાથે ખોટી અફવાઓને લઈ સ્પષ્ટતા જાહેર કરી છે. હુડા અંતર્ગત કોઈ જ ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવનાર નથી. જે ખેડૂતોની જમીન રિંગરોડ સહિતમાં ઉપયોગમાં લેવાશે તેમને જમીન માટે જમીન આપવાની જોગવાઈ છે, જે મુજબ ફાઈનલ પ્લોટ આપવામાં આવશે.

આ પણ વાંચો: Gujarat News : આજે 2 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×