Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Sthapana Divas :ગુજરાત-દેશનું ગૌરવ અને ગ્રોથ એન્જિન

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતની વિકાસયાત્રા પર વિહંગાવલોકન. અર્થતંત્ર, માથાદીઠ આવક અને ઔદ્યોગિક પ્રગતિના આંકડાઓ સાથે જાણીએ કે ગુજરાત કેવી રીતે ભારતનું ગ્રોથ એન્જિન અને વૈશ્વિક રોલ મોડલ બન્યું છે.
gujarat sthapana divas  ગુજરાત દેશનું ગૌરવ અને ગ્રોથ એન્જિન
Advertisement
  • Gujarat Sthapana Divas : ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતની વિકાસયાત્રા પર વિહંગાવલોકન. અર્થતંત્ર, માથાદીઠ આવક અને ઔદ્યોગિક પ્રગતિના આંકડાઓ સાથે જાણીએ કે ગુજરાત કેવી રીતે ભારતનું ગ્રોથ એન્જિન અને વૈશ્વિક રોલ મોડલ બન્યું છે.

Gujarat Sthapana Divas : ગુજરાત વર્ષોથી સંસ્કાર, સંસ્કૃતિ, સમૃદ્ધિ અને વિકાસની ભૂમિ રહી છે. 1લી મે, 1960ના રોજ બૃહદ મુંબઈથી અલગ થયેલું ગુજરાત આજે માત્ર ભારતનું એક રાજ્ય નથી, પરંતુ વિશ્વના નકશા પર ‘મોડેલ ઓફ ડેવલપમેન્ટ સ્ટેટ’ બનીને ઉભર્યું છે. જે રાજ્ય પાસે દેશની માત્ર 5 ટકા વસ્તી અને 6 ટકા જમીન છે, તે આજે દેશના અર્થતંત્રનો ધબકાર બનીને દેશની GDPમાં 8.3 ટકા યોગદાન આપી રહ્યું છે. ગુજરાત આજે ભારતની અર્થવ્યવસ્થા માટે મજબૂત કરોડરજ્જુ બન્યું છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 19 ટકા હિસ્સો રાજ્યની મજબૂત મેન્યુફેક્ચરિંગ ક્ષમતા દર્શાવે છે.

વડાપ્રધાન  નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ વર્ષ 2001માં વિકાસનો પાયો નાંખ્યો અને છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ, પ્રોએક્ટીવ પોલીસી નિર્માણ તેમજ જન ભાગીદારી થકી રાજ્યમાં વિકાસનો નવો અધ્યાય શરૂ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghavi)ના નેતૃત્વમાં ગુજરાત વિકાસના નવા અધ્યાય થકી વિવિધ ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર રહ્યું છે.

Advertisement

Gujarat Sthapana Divas :આર્થિક પ્રગતિ અને સિદ્ધિઓના આંકડા

ગુજરાતની પ્રગતિ હવે માત્ર વાતોમાં નહીં, પણ આંકડાઓમાં બોલે છે. ગુજરાતના છેલ્લા બે દાયકાની વિકાસયાત્રા પર નજર કરીએ તો કુશળ નાણાકીય વ્યવસ્થાપન અને પ્રો-બિઝનેસ નીતિઓના પરિણામે રાજ્યે મેળવેલી મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓ નીચે મુજબ છે:

Advertisement

  • માથાદીઠ આવક(per capita income): ગુજરાતની માથાદીઠ આવક ઈતિહાસમાં પ્રથમવાર રૂ. 3 લાખને પાર કરી ગઈ છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા 60 ટકા વધુ છે.

  • વિકાસ દર (Gujarat's economic growth) : છેલ્લા 10 વર્ષમાં ગુજરાતનો સરેરાશ વિકાસ દર 11.4 ટકા રહ્યો છે, જે ભારતની સરેરાશ કરતા વધુ છે.

  • નિકાસ અને કાર્ગો હેન્ડલિંગ: દેશની કુલ નિકાસમાં 26 ટકા હિસ્સો એકલું ગુજરાત ધરાવે છે. સમુદ્રી વ્યાપારમાં ગુજરાતનું પ્રભુત્વ અજોડ છે, ભારતનો 40 ટકા જેટલો વિશાળ કાર્ગો ગુજરાતના અત્યાધુનિક પોર્ટ્સ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે.

  • કેમિકલ ઉદ્યોગ: દેશના કેમિકલ ઉદ્યોગમાં 33 ટકા હિસ્સા સાથે ગુજરાત અગ્રેસર છે. છેલ્લા એક દાયકામાં ગુજરાતે 8.42 ટકાનો વાસ્તવિક વૃદ્ધિ દર જાળવી રાખીને સાબિત કર્યું છે કે તે મોટા અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિકાસ પામતું રાજ્ય છે.

Gujarat Sthapana Divas : ટેક્નોલોજી, ગિફ્ટ સિટી અને આધુનિક ઉદ્યોગો

ગુજરાત હવે પરંપરાગત ઉદ્યોગોની સાથે 'સેમીકન્ડક્ટર' અને ગ્લોબલ 'ફિનટેક'નું પણ કેન્દ્ર બન્યું છે. ‘સોમનાથ સ્વાભિમાન’ જેવા આસ્થા સાથે જોડાયેલા પર્વથી ગુજરાતે પોતાની ધરોહર જાળવવાની સાથે ‘ઈ-ગ્રામ’થી લઈને ‘સેવા સેતુ’ જેવા અભિયાન થકી ટેકનોલોજીને ગુજરાતના છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડી છે. જેના થકી ગુજરાતે વહીવટને પેપરલેસ બનાવી નાગરીકોની સેવાઓને આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવી છે.

ગુજરાત એ ભૂમિ છે જ્યાં સોમનાથ અને દ્વારકાનું આધ્યાત્મિક તેજ પણ છે તેમજ ગિફ્ટ સિટી અને ધોલેરા સ્માર્ટ સિટી જેવું આધુનિક વિઝન પણ છે.

ભવિષ્યના મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ

રાજ્યના ભવિષ્યને નવી ઊંચાઈએ લઈ જઈ રહેલા મુખ્ય પ્રોજેક્ટ્સ નીચે મુજબ છે:

  • નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ: લોથલ ખાતે વિશ્વકક્ષાના આ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે, જે સિંધુ ખીણની સભ્યતાના સૌથી જૂના બંદરની સાક્ષી પૂરશે અને ભારતની હજારો વર્ષ જૂના નૌકાશાસ્ત્ર અને વિશ્વ સાથેના દરીયાઈ વેપારની પરંપરાને પુનઃજીવંત કરશે.

  • ધાર્મિક સ્થળોનું આધુનિકીકરણ: રાજ્યમાં ધાર્મિક પર્યટન(Religious tourism)ને વેગ આપવા માટે સોમનાથ મંદિરની આસપાસ સાગર દર્શન પથ (Promenade) અને પ્રદર્શન કેન્દ્રો વિકસાવવામાં આવ્યા છે. અંબાજીમાં પણ યાત્રિકોની સુવિધા માટે ભવ્ય કોરિડોર નિર્માણ તેમજ 51 શક્તિપીઠ પરિક્રમા પથના કામો પ્રગતિ હેઠળ છે.

  • અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન: આ પ્રોજેક્ટ ગુજરાતની ગતિશીલતાનું સૌથી મોટું પ્રતીક છે. આ પ્રોજેક્ટના નિર્માણ થકી અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરો વચ્ચેનું અંતર ઘટશે અને આર્થિક પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે.

ગુજરાત ગૌરવ દિન-ગુણવંતી ગુજરાત,ખમીરવંતી ગુજરાત 

આજે તા. 1 મે, 2026ના રોજ ગુજરાતના 66માં સ્થાપના દિને કૃષિથી લઈને ફિનટેક સુધીના દરેક ક્ષેત્રમાં સમતોલ વિકાસ સાધીને ગુજરાતે 'વિકસિત ભારત' માટેનો સાચો માર્ગ પ્રશસ્ત કર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, રણોત્સવ, રામસર સાઇટ, નડા બેટ અને હેરિટેજ સિટી અમદાવાદ પ્રવાસન ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપી રહ્યા છે.

મજબૂત નાણાકીય શિસ્ત, પારદર્શક વહીવટ અને ઉદ્યોગસાહસિક ગુજરાતીઓના પરિશ્રમથી આજે સાચા અર્થમાં ગુજરાત ભારતનું ‘ગ્રોથ એન્જિન’ બની રહ્યું છે. વિકસિત ગુજરાત થકી ‘વિકસિત ભારત@2047’ના સંકલ્પને સિદ્ધ કરવા ગુજરાત સંપૂર્ણપણે સજ્જ છે.

આ પણ વાંચો : Gujarat Gaurav Din :સુરતની ધરતી પર ગુજરાત પોલીસની શૌર્યગાથા

Tags :
Advertisement

.

×