મહેસૂલી તલાટી vs તલાટી કમ-મંત્રી: હવે કોણ કયું કામ કરશે? જાણો નવી જવાબદારીઓ વિશે
Gujarat Revenue Department: ગુજરાત સરકારે મહેસૂલી તલાટી અને તલાટી કમ-મંત્રીના જોબ ચાર્ટ અલગ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે મહેસૂલી તલાટી જમીન રેકર્ડ, ગૌચર, હદનિશાન અને દબાણો જેવી મહેસૂલી બાબતો સંભાળશે, જ્યારે તલાટી કમ-મંત્રી પંચાયત સચિવ તરીકે સરકારી યોજનાઓ, વિકાસકામો, જન્મ-મરણ નોંધણી, પાણી અને સ્વચ્છતાની કામગીરી કરશે.
Advertisement
Gujarat Talati Job Chart: ગુજરાતના વહીવટી તંત્રમાં લાંબા સમયથી ચાલી આવતી માંગણીનો સુખદ અંત આવ્યો છે. રાજ્ય સરકારે (State Government) મહેસૂલી તલાટી (Revenue Talati) અને પંચાયત તલાટી કમ-મંત્રી (Talati cum Mantri) માટેના જોબ ચાર્ટ (Job Chart) સ્પષ્ટ રીતે અલગ કરી દીધા છે. મહેસૂલ વિભાગ (Revenue Department) દ્વારા આ સંદર્ભે સત્તાવાર ઠરાવ ( GR) બહાર પાડીને બંને કેડરના કર્મચારીઓની કાર્યપદ્ધતિ અને જવાબદારીઓની વહેંચણી કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી વહીવટી ક્ષેત્રે વર્ષોથી પ્રવર્તતી દ્વિધા અને ગૂંચવણનો કાયમી ઉકેલ આવશે.

