Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Top News Today : આજે 26 માર્ચ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

ગુજરાતમાં આગામી દિવસોમાં રાજકીય ગરમાવો અને ભક્તિનો માહોલ ચરમસીમાએ હશે. એકતરફ જામનગરમાં દિગ્ગજ નેતાઓની જંગી સભા છે, તો બીજી તરફ વડાપ્રધાનના હસ્તે સાંસ્કૃતિક વારસાનું લોકાર્પણ થવાનું છે. આ સાથે જ પાટણમાં બસ પોટના લોકાર્પણમાં વિલંબને લઈ અનોખો વિરોધ અને રાજ્યભરમાં રામનવમીની ભવ્ય તૈયારીઓ વચ્ચે શું ખાસ થવાનું છે તે જાણવું રસપ્રદ રહેશે.
gujarat top news today   આજે 26 માર્ચ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

Gujarat Top News Today : રાજ્યમાં હાલ રાજકીય હલચલ અને ધાર્મિક ઉત્સવોનો બેવડો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગરથી લઈને ગાંધીનગર સુધી અને શક્તિપીઠ અંબાજીથી લઈને પાટણ સુધીના મહત્વના સમાચાર નીચે મુજબ છે.

જામનગરમાં AAPની 'વિજય વિશ્વાસ સભા'

આજે જામનગર ખાતે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) દ્વારા ભવ્ય ’વિજય વિશ્વાસ સભા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજરી આપશે. તેમની સાથે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના દિગ્ગજ નેતાઓ કાર્યકર્તાઓમાં જોમ પૂરશે.

Advertisement

પીએમ મોદીની ગાંધીનગર મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 31 માર્ચે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ગાંધીનગરના કોબા ખાતે મહાવીર આરાધના કેન્દ્રમાં આધુનિક મ્યુઝિયમ (Modern Museum) નું લોકાર્પણ કરશે, જ્યાં જૈન સંસ્કૃતિનો અમૂલ્ય વારસો પ્રદર્શિત કરાશે.

Advertisement

રામનવમી અને હનુમાન જયંતીની ઉજવણી

ચૈત્ર માસ નિમિત્તે કેશરા ગામના બાલાજી હનુમાન મંદિરે વિશેષ યજ્ઞનું આયોજન છે, જ્યાં અયોધ્યા રામ મંદિર (Ayodhya Ram Mandir Theme) ની થીમ ઉભી કરાઈ છે. ગોધરા અને સુરેન્દ્રનગરમાં રામનવમી (Ram Navami) નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળશે. ગોધરામાં સંવેદનશીલ વિસ્તારોને જોતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Police Security) ગોઠવવામાં આવ્યો છે, જ્યારે સુરેન્દ્રનગરમાં દીકરીઓ તલવાર રાસ રજૂ કરશે.

અંબાજીમાં ચૈત્ર આઠમનો મેળો

શક્તિપીઠ અંબાજી (Ambaji Shaktipeeth) માં આજે ચૈત્ર સુદ આઠમ નિમિત્તે વહેલી સવારે મંગળા આરતી થશે. ચાચર ચોકમાં હવન અને યજ્ઞમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.

પાટણમાં બસ પોટ મુદ્દે કોંગ્રેસના આકરા તેવર

પાટણમાં કરોડોના ખર્ચે તૈયાર આધુનિક બસ પોટ (Modern Bus Port) હજુ સુધી જનતા માટે ખુલ્લું ન મુકાતા, આવતીકાલે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા ત્યાં હવન યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

આ પણ વાંચો : Rashifal 26 March 2026: રામનવમીના દિવસે આ 4 રાશિના ભાગ્યાના દરવાજા ખુલશે ! જાણો તમારુ રાશિફળ

Tags :
Advertisement

.

×