Gujarat Top News Today : આજે 8 એપ્રિલ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?
Gujarat Top News Today : ગાંધીનગર (Gandhinagar) ખાતે ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિ (Election Committee) ના બીજા દિવસની મહત્વની બેઠક યોજાશે. આ મેરેથોન બેઠકમાં (Marathon Meeting) મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel), પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) સહિતના ઉચ્ચ નેતાઓ ઉપસ્થિત રહેશે અને આગામી રણનીતિ પર ચર્ચા કરશે.
વિશ્વ વણઝારા દિવસની ઉજવણી
બીજી તરફ, ગાંધીનગરમાં આજે વિશ્વ વણઝારા દિવસ (World Banjara Day) ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જેમાં પૂર્વ પોલીસ અધિકારી ડી.જી. વણઝારા સહિત સમાજના અગ્રણીઓ હાજર રહેશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીની પણ સંભાવના છે. રાજકીય મોરચે કચ્છમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) ના વિવાદાસ્પદ નિવેદન સામે વિરોધ પ્રદર્શિત કરવા કચ્છ જિલ્લા ભાજપ (Kutch BJP) દ્વારા 8 એપ્રિલના રોજ પ્રેસ કોન્ફરન્સ (Press Conference) નું આયોજન કરાયું છે.
શહીદ પરિવારોને મદદ
માનવીય અભિગમના એક કિસ્સામાં, નડિયાદ SRP કેમ્પ ખાતે માર્ગ અકસ્માતમાં શહીદ થયેલા ASI ના પરિવારને બેન્ક ઓફ બરોડા (Bank of Baroda) તરફથી 80 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવશે.
વિકાસના કામોને લઈને જનરોષ
જોકે, વિકાસના કામોમાં ક્ષતિને કારણે જનરોષ પણ જોવા મળી રહ્યો છે. અરવલ્લીના ભિલોડા (Bhiloda) માં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યારે સુરેન્દ્રનગર (Surendranagar) ના વોર્ડ નંબર 11 માં 10 હજાર લોકો પ્રાથમિક સુવિધા (Basic Amenities) થી વંચિત હોવાથી બંને વિસ્તારોમાં આગામી ચૂંટણીનો બહિષ્કાર (Election Boycott) કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચો : 8 April 2026 Rashifal :જાણો કઈ રાશિના ચમકશે સિતારા? મેષથી મીન રાશિ સુધીનું સંપૂર્ણ રાશિફળ


