Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gujarat: રાજયના પાટનગર ગાંધીનગરમાં ટાઇફોઇડનો રોગ વધ્યો

Gujarat: રાજયના પાટનગર ગાંધીનગરમાં ટાઇફોઇડનો રોગ વધ્યો છે. જેમાં ગાંધીનગર શહેર કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે. તેમાં ગાંધીનગર મહાનગર પાલિકાની ઓફિસ કોંગ્રેસ નેતા તથા કાર્યકરો દ્વારા ઘેરવામાં આવશે. જેમાં ગાંધીનગર શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીનગર મનપા ઓફિસ પર વિરોધ પ્રદર્શન થશે. તથા ગાંધીનગર મનપાના સતાધારીઓ સમક્ષ રજુઆત કરવામાં આવશે.
gujarat  રાજયના પાટનગર ગાંધીનગરમાં ટાઇફોઇડનો રોગ વધ્યો
Advertisement
  • મહાનગર પાલિકાની ઓફિસ કોંગ્રેસ નેતા તથા કાર્યકરો દ્વારા ઘેરવામાં આવશે
  • ગાંધીનગર શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીનગર મનપા ઓફિસ પર વિરોધ પ્રદર્શન
  • ગાંધીનગર મનપાના સતાધારીઓ સમક્ષ રજુઆત કરવામાં આવશે

Gujarat: રાજયના પાટનગર ગાંધીનગરમાં ટાઇફોઇડનો રોગ વધ્યો છે. જેમાં ગાંધીનગર શહેર કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે. તેમાં ગાંધીનગર મહાનગર પાલિકાની ઓફિસ કોંગ્રેસ નેતા તથા કાર્યકરો દ્વારા ઘેરવામાં આવશે. જેમાં ગાંધીનગર શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીનગર મનપા ઓફિસ પર વિરોધ પ્રદર્શન થશે. તથા ગાંધીનગર મનપાના સતાધારીઓ સમક્ષ રજુઆત કરવામાં આવશે.

ટાઇફોઇડના કારણે 2 બાળકોના મોત

ગાંધીનગરમા ટાઇફોઇડ રોગચાળાએ ભરડો લીધો છે. જેમાં ટાઇફોઇડના કારણે 2 બાળકોના મોત થયા હોવાનો કોંગ્રેસનો દાવો છે. જો કે મનપાએ કહ્યું 2 બાળકોના મોત ટાઇફોઇડના કારણે થયા નથી .તેમજ ગાંધીનગરમાં વકરેલા ટાઈફોડના વધુ 20 પોઝિટિવ કેસ નોંધાયા છે. તથા ટાઈફોઈડના 88 પોઝિટિવ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. રવિવાર અને સોમવારે કુલ 44 દર્દીઓને ડિસ્ચર્જ કરવામાં આવ્યા છે. તથા 2 દિવસમાં પાણીના 500 નમૂના લેવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

પાણીના તમામ 500 ટેસ્ટ પાસ થયા છે

પાણીના તમામ 500 ટેસ્ટ પાસ થયા છે. ટાઇફોઇડના 88 પેશન્ટ ગાંધીનગર સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. જે.એન.વાઘેલા, GMC કમિશનરે જણાવ્યું છે કે ગઈકાલે 45 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. તેમજ 1600 પાણીના સેમ્પલ લેવાય હતા. તે તમામ સેમ્પલ સેફ માલુમ પડ્યું છે.

ટાઇફોઇડના લક્ષણો શું હોય?

-હાઈ ગ્રેડ ફીવર

-પેટમાં દુખાવો

-ઊલટી

પાણી ઉકાળીને પીવા અપીલ કરાઇ

લોકોને પાણી ઉકાળીને પીવા અને ખોરાકમાં સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. રોગચાળાને અટકાવવા માટે 20 હજાર ક્લોરીન ટેબલેટ, 5 હજાર ORS પેકેટ અને 10 હજાર જનજાગૃતિ પત્રિકાઓ વહેંચવામાં આવી છે. 20 ડોકટરોની એક અલગ ટીમ ઉતારી દેવામાં આવી છે. બીજી તરફ વકરતા રોગચાળાને જોતાં ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર દ્વારા આ ગંભીર પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ તેમજ દોષિત એજન્સીઓ સામે કોઈ પગલાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર જનઆંદોલન કરશે.

આ પણ વાંચો: Surat: ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ મૂક્યો હોવાની મળી ધમકી

Tags :
Advertisement

.

×