Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત વણઝારા સમાજે PM મોદીના જન્મદિવસે 72 હજાર દિવડાથી મોદીજીની મુખાકૃતિ બનાવી

લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસ નિમિતે ગાંધીનગર થાતે આજે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વણઝારા સમાજ દ્વારા આ વિશેષ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં ગુુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં72 હજાર દિવડાથી મોદીજીની મુખાકૃતિ બનવામાં આવીવડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસ નિમિતે ગાંધીનગર થાતà
ગુજરાત વણઝારા સમાજે pm મોદીના જન્મદિવસે 72 હજાર દિવડાથી મોદીજીની મુખાકૃતિ બનાવી
Advertisement
લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસ નિમિતે ગાંધીનગર થાતે આજે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વણઝારા સમાજ દ્વારા આ વિશેષ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં ગુુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં

72 હજાર દિવડાથી મોદીજીની મુખાકૃતિ બનવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસ નિમિતે ગાંધીનગર થાતે આજે યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં 72 હજાર દિવડાથી મોદીજીની મુખાકૃતિ બનવામાં આવી હતી સાથે જ 72 કિલોની કેક કટિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ આજે દિવસભર વિદ્ધાન 72 બ્રાહ્મણો દ્વારા વડા પ્રધાન મોદીજીના લાંબા આયુષ્ય માટે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.  20 હજાર જેટલા લોકો આ વિશેષ ઉજવણી કાર્યક્રમમાં હાજરમાં હાજર રહ્યાં હતાં. ગુજરાતના મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી જીતુ વાધાણી પણ આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યાં હતાં. 
વણઝારા સમાજ સંમેલનના  પ્રમુખ ગોવિંદ વણઝારાએ ગુજરાત ફર્સ્ટને જણાવ્યું હતું કે લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસ નિમિતે ગાંધીનગર થાતે આજે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપણા વડાપ્રધાનના શતાયુ થાય તેમાટે પ્રાથના કરવામાં આવી છે. 
આ પહેલાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદની રવિશંકર રાવળ આર્ટ ગેલેરી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વડનગરથી વર્લ્ડ લીડર સુધીની જીવનયાત્રા તેમજ મન કી બાત કાર્યક્રમના વિષયો પરના ચિત્ર પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. 

Tags :
Advertisement

.

×