Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

ઉનાળો આવશે કે વરસાદ? Ambalal Patel ની હવામાનને લઈ મોટી આગાહી!

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 22 ફેબ્રુઆરી બાદ ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપને કારણે વાતાવરણ પલટાશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. માર્ચ મહિનામાં પણ માવઠાનું સંકટ રહેશે, જેની સાથે જ આકરી ગરમીની શરૂઆત થશે. આ અસ્થિર હવામાન ખેતી અને સ્વાસ્થ્ય માટે પડકારજનક બની રહેશે.
ઉનાળો આવશે કે વરસાદ  ambalal patel ની હવામાનને લઈ મોટી આગાહી
Advertisement
  • 22 ફેબ્રુઆરી બાદ રાજ્યમાં વાતાવરણમાં આવશે પલટો: Ambalal Patel 
  • અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી
  • ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાશે

Ambalal Patel: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) ફરી એકવાર ગુજરાતના હવામાનને લઈને ચિંતાજનક આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી 22 ફેબ્રુઆરી બાદ રાજ્યના વાતાવરણમાં મોટો પલટો (Weather Change) આવવાની પૂરેપૂરી શક્યતા છે. ઉત્તર ભારત (North India) માં સક્રિય થનારા પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) ના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) અથવા માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. આ ફેરફારને કારણે ખેડૂતોમાં ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Ambalal Patel: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાનું જોખમ

અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આ કમોસમી વરસાદની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર (Saurashtra), ઉત્તર ગુજરાત (North Gujarat), કચ્છ (Kutch) અને દક્ષિણ ગુજરાત (South Gujarat) માં જોવા મળશે. ખાસ કરીને વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના વલસાડ (Valsad) અને નવસારી (Navsari) જેવા જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જામી શકે છે, જેની સીધી અસર રવિ પાક (Rabi Crops) પર પડી શકે છે.

Advertisement

માર્ચ મહિનામાં પણ કમોસમી વરસાદની શક્યતા

માત્ર ફેબ્રુઆરી જ નહીં, પરંતુ માર્ચ (March) મહિનામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે માર્ચની શરૂઆતમાં પણ વાતાવરણ અસ્થિર રહેશે અને કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ (Hailstorm) પડી શકે છે. હોળી (Holi) ના તહેવારની આસપાસ પણ પવનના જોર સાથે વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે. વારંવાર બદલાતા આ હવામાનને કારણે જીરું (Cumin), ઘઉં (Wheat) અને કેરી (Mango) ના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

Advertisement

શિયાળાની વિદાય અને આકરી ગરમીની શરૂઆત

એક તરફ વરસાદની આગાહી છે, તો બીજી તરફ માર્ચ મહિનાથી જ રાજ્યમાં ગરમી (Heatwave) નો પારો પણ આસમાને પહોંચશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં ઠંડીનું જોર ઘટશે અને માર્ચની શરૂઆતથી જ આકરો ઉનાળો (Summer) અનુભવાશે. લઘુત્તમ તાપમાનમાં વધારો થતા લોકોને બપોરના સમયે અસહ્ય ગરમીનો સામનો કરવો પડશે. આમ, આ વર્ષે માર્ચ મહિનો બેવડી ઋતુ (Double Season) નો અનુભવ કરાવશે, જે સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ Surat: વ્હાઈટનરથી પિતાનું નામ બદલ્યું! પત્નીની LIC પોલિસીના 17.46 લાખ પડાવી લીધા

Tags :
Advertisement

.

×