Gujarat Rain Forecast: સાવધાન! આગામી ત્રણ કલાકમાં આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાત (Gujarat) માં પ્રી-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે તાત્કાલિક અસરથી ‘નાઉ કાસ્ટ’ (Nowcast) ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, આગામી ત્રણ કલાક રાજ્યના વિવિધ વિસ્તારો માટે મહત્વના બની રહેશે.
Gujarat ના કયા જિલ્લાઓમાં રહેશે વરસાદ?
હવામાન વિભાગની આગાહી મુજબ, સવારે 7 થી 10 વાગ્યા સુધીના સમયગાળામાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, વાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. આ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ રહેવાનું અનુમાન છે.
પવનની ગતિ અને એલર્ટ
આગામી ત્રણ કલાક દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે ખાસ કરીને આ 8 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, જેથી સ્થાનિક લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ હવે વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી 1 જૂનથી 4 જૂન સુધી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ જેવી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેના પરિણામે મોડી રાત્રે પણ અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો છે.
1 અને 2 જૂન આ જિલ્લાઓમાં પડશે વરસાદ
1 જૂન: પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે.
2 જૂન: પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે.
આ પણ વાંચો: Gujarat Rain Forecast: અંબાલાલ પટેલની ભૂક્કા કાઢી નાખતી આગાહી, આજથી ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો


