Gujarat Weather Forecast: બદલાયો હવામાનનો મિજાજ! આગામી 7 દિવસ વરસાદની શક્યતા નહીં, ઓક્ટોબરમાં વધશે ગરમી
ગુજરાતમાં વરસાદ બાદ હવે ગરમીનો પારો ફરી ચઢવા લાગ્યો છે. હવામાન વિભાગ મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમના પવન વચ્ચે કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 38°C આસપાસ પહોંચી ગયું છે. ખાસ વાત એ છે કે ઓક્ટોબરમાં પણ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની આગાહી કરવામાં આવી છે.
Advertisement
Gujarat Weather Forecast: ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ હવે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે. હાલમાં ગુજરાતને અસર કરે તેવી કોઈ હવામાની સિસ્ટમ સક્રિય નથી. જેના કારણે આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહિવત્ રહેશે.

