Gujarat Weather: ગરમી વચ્ચે કમોસમી વરસાદની ઘાત: હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી
Gujarat Weather: હવામાન વિભાગે કરી આગાહી
અંબાલાલ પટેલે પણ કરી કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઇ
19થી 21 એપ્રિલના રોજ વરસાદની આગાહી
19 એપ્રિલ સૌરાષ્ટ્રના કેટલીક જગ્યા વરસાદની આગાહી
Gujarat Weather Forecast: અમદાવાદ (Ahmedabad): ગુજરાતમાં ગરમીની વચ્ચે હવે માવઠાની આફત આવી રહી છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation) સક્રિય થવાને કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. જોકે, આગામી બે દિવસ રાજ્યમાં તાપમાન અને વાતાવરણ યથાવત્ રહેશે, પરંતુ તે પછી મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે.
19 થી 21 એપ્રિલ દરમિયાન વરસાદી માહોલ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 19 થી 21 એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતના (South Gujarat) વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.
જાણો ક્યારે ક્યાં પડશે કમોસમી વરસાદ
19 એપ્રિલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સહિત અમરેલી (Amreli), મહિસાગર (Mahisagar), દાહોદ (Dahod) અને છોટાઉદેપુર (Chhota Udepur) જિલ્લાઓમાં વરસાદની પ્રબળ શક્યતા છે. જ્યારે 20 એપ્રિલે પણ વરસાદનું જોર યથાવત્ રહેશે, જેમાં ભાવનગર (Bhavnagar), અમરેલી (Amreli) ઉપરાંત દક્ષિણ ગુજરાતના તાપી (Tapi) અને ડાંગ (Dang) જિલ્લામાં મેઘમહેર જોવા મળી શકે છે. 21 એપ્રિલે પણ ભાવનગર (Bhavnagar) અને અમરેલી (Amreli) ઉપરાંત ભરૂચ (Bharuch) અને સુરત (Surat) જિલ્લામાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી
રાજ્યના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે (Ambalal Patel) પણ વાતાવરણમાં મોટા પલટાની ચેતવણી આપી છે. તેમના જણાવ્યા મુજબ, માત્ર વરસાદ જ નહીં પણ રાજ્યના કેટલાક ભાગોમાં કરા (Hailstorm) પડવાની પણ શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના (Central Gujarat) ભાગોમાં કરા સાથે માવઠું થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં (North Gujarat) પણ વાતાવરણમાં પલટો જોવા મળશે.
ફરી આકરી ગરમીનો રાઉન્ડ ક્યારે?
કમોસમી વરસાદને કારણે તાપમાનમાં થોડો ઘટાડો થશે અને લોકોને ગરમીથી રાહત મળશે. જોકે, આ રાહત લાંબો સમય નહીં ટકે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, 26 એપ્રિલ બાદ રાજ્યમાં ફરી પાછી આકરી ગરમીની શરૂઆત થશે અને પારો ઊંચકાશે.
આ પણ વાંચો: કાળઝાળ ગરમી સહન કરવા તૈયાર રહેજો, હવામાન નિષ્ણાત Ambalal Patel ની આગાહી


