Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gujarat Weather Update : રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ, રાત્રે ઠંડી દિવસે ગરમી

Gujarat Weather Update : ગુજરાતમાં હવામાનનો અનોખો મિજાજ જોવા મળી રહ્યો છે, જ્યાં લોકોને દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર-પૂર્વીય પવનોના કારણે તાપમાનમાં ઉતાર-ચઢાવ નોંધાયો છે. અમરેલી 12 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે, જ્યારે આગામી 24થી 48 કલાકમાં પારો વધુ ઘટવાની શક્યતા છે.
gujarat weather update   રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ  રાત્રે ઠંડી દિવસે ગરમી
Advertisement
  • Gujarat Weather Update
  • ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, રાત્રે ઠંડી દિવસે ગરમી
  • અમરેલી 12 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
  • હવામાનમાં ઉથલપાથલ, ગુજરાતમાં પારો વધુ ઘટવાની શક્યતા

Gujarat Weather Update : ગુજરાતમાં હાલ હવામાનનો અનોખો મિજાજ જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લોકો 'બેવડી ઋતુ'નો સામનો કરી રહ્યા છે. ઉત્તર ભારતમાં થયેલા હવામાન (Weather) ના ફેરફારો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ગુજરાતમાં ઠંડીનું જોર તો વધ્યું છે, પરંતુ દિવસે સૂર્યપ્રકાશને કારણે ગરમીનો અહેસાસ પણ યથાવત છે.

IMD Weather Forecast

Advertisement

ક્યાં કેટલી ઠંડી? અમરેલી રાજ્યનું સૌથી ઠંડું શહેર

છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો, સૌરાષ્ટ્રનું અમરેલી 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું છે. અન્ય મુખ્ય શહેરોની સ્થિતિ નીચે મુજબ છે:

Advertisement

  • ગાંધીનગર: 14.6 ડિગ્રી
  • અમદાવાદ: 14.8 ડિગ્રી
  • નલિયા: 14.0 ડિગ્રી
  • ડીસા: 14.5 ડિગ્રી
  • વડોદરા: 13.2 ડિગ્રી
  • રાજકોટ: 15.5 ડિગ્રી

ગ્રીન સિટી ગાંધીનગર અને મેગા સિટી અમદાવાદમાં રાત્રિના સમયે ઠંડી અનુભવાય છે, પરંતુ બપોરે તાપમાન ઊંચું જતાં લોકોને જાણે ઉનાળો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે.

Cold Weather in Gandhinagar

શા માટે વધી રહી છે ઠંડી? (Weather Update)

હવામાન વિભાગ (Weather Department)ના જણાવ્યા અનુસાર, ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાવાને કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ઉત્તર ભારતના રાજ્યો જેવા કે ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે. જોકે, કાશ્મીર પૂરતી મર્યાદિત હિમવર્ષાને કારણે ગુજરાતમાં હજુ જોઈએ તેવી કડકડતી ઠંડીની શરૂઆત થઈ નથી, પરંતુ આગામી 24 થી 48 કલાકમાં પારો હજુ નીચે ગગડવાની પ્રબળ શક્યતા છે.

પડોશી રાજ્યોમાં ઠંડીનું 'એલર્ટ'

માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ઠંડીએ જોર પકડ્યું છે. ખાસ કરીને રાજસ્થાનમાં સ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં 12 જેટલા જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. રાજસ્થાનનું સીકર 7 ડિગ્રી તાપમાન સાથે ઠૂંઠવાઈ રહ્યું છે. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં પણ તીવ્ર ઠંડીને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે.

Cold Weather in Near state

આરોગ્યની કાળજી રાખવી જરૂરી

હવામાન નિષ્ણાતો (Weather experts) ના મતે, જ્યારે દિવસ અને રાત્રિના તાપમાનમાં મોટો તફાવત હોય ત્યારે વાયરલ ઇન્ફેક્શન અને શરદી-ખાંસીના કેસો વધવાની શક્યતા રહે છે. વહેલી સવારે ઘરની બહાર નીકળતા લોકોએ ગરમ કપડાં પહેરવા હિતાવહ છે.

આ પણ વાંચો :  Gujarat cold wave : રાજ્યમાં ઠંડીનો ચમકારો, ક્યાંક 10 ડિગ્રી; તો ક્યાંક માવઠાનું સંકટ!

Tags :
Advertisement

.

×