Weather Update: આકરા તાપ વચ્ચે મોટા સમાચાર: ગુજરાતમાં આ તારીખથી વાવાઝોડા સાથે વરસાદની આગાહી!
Gujarat Weather News: ગુજરાતમાં (Gujarat) અસહ્ય ગરમીનો સામનો કરી રહેલા નાગરિકો માટે હવામાન વિભાગ દ્વારા રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. આગામી 30 મે (30 May) થી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના છે. શનિવારથી રાજ્યમાં વિધિવત રીતે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી (Pre-monsoon activity) શરૂ થઈ જશે, જેના કારણે મહિનાના અંત સુધીમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે અને લોકોને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળશે.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે વરસાદની વકી
હવામાન વિભાગની આગાહી અનુસાર, 30 મેથી રાજ્યના 12 જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાવાની પણ આશંકા સેવાઈ રહી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત (North Gujarat) તેમજ સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છ (Kutch) પંથકમાં વાવાઝોડા સાથે સારો વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે.
આગામી 48 કલાક ગરમીનું જોર યથાવત રહેશે
વાતાવરણમાં પલટો આવે તે પહેલાં રાજ્યના નાગરિકોએ હજુ 48 કલાક ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે. હાલમાં રાજ્યના 6 પ્રમુખ શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ નોંધાઈ રહ્યું છે. સમગ્ર રાજ્યમાં સુરેન્દ્રનગર (Surendranagar) 44 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. આ સિવાય અન્ય મુખ્ય શહેરોની સ્થિતિ પણ આકરા તાપવાળી જોવા મળી રહી છે.
રાજ્યના મુખ્ય શહેરોનું તાપમાન
સુરેન્દ્રનગર : 44.0 ડિગ્રી
અમદાવાદ : 43.6 ડિગ્રી
રાજકોટ : 43.3 ડિગ્રી
ગાંધીનગર : 42.5 ડિગ્રી
અમરેલી : 42.1 ડિગ્રી
ડીસા : 41.8 ડિગ્રી
ભાવનગર : 41.7 ડિગ્રી
વડોદરા : 40.6 ડિગ્રી
આ પણ વાંચો: Gujarat Weather Update: ગુરુવારથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય! દરિયાકાંઠે ત્રાટકશે ભયંકર હીટવેવ


