Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Weather Alert : તૈયાર રહેજો ગુજરાતીઓ! હવામાન વિભાગે આગામી દિવસો માટે આપી વાતાવરણમાં ફેરફારની આગાહી

Gujarat Weather Alert : રાજ્યમાં અત્યારે ડબલ સીઝનનો અનુભવ થઈ રહ્યો છે, જ્યાં એકતરફ સૂર્યનારાયણ આકરા તેવર બતાવી રહ્યા છે, તો બીજી તરફ હવામાન વિભાગે (Meteorological Department) રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની (Unseasonal Rain) ગંભીર ચેતવણી આપી છે. ભર ઉનાળે વાતાવરણમાં આવનારા આ પલટાને કારણે ખેડૂતો અને સામાન્ય જનતામાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
gujarat weather alert   તૈયાર રહેજો ગુજરાતીઓ  હવામાન વિભાગે આગામી દિવસો માટે આપી વાતાવરણમાં ફેરફારની આગાહી
Advertisement
  • Gujarat Weather Alert
  • ગુજરાતમાં વાતાવરણ પલટાશે, ગાજવીજ સાથે વરસાદની આગાહી
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જોવા મળશે અસર
  • માછીમારો માટે એલર્ટ, 28-29 માર્ચે દરિયો ન ખેડવાની સલાહ

Gujarat Weather Alert : રાજ્યમાં અત્યારે ડબલ સીઝનનો અનુભવ થઈ રહ્યો છે, જ્યાં એકતરફ સૂર્યનારાયણ આકરા તેવર બતાવી રહ્યા છે, તો બીજી તરફ હવામાન વિભાગે (Meteorological Department) રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની (Unseasonal Rain) ગંભીર ચેતવણી આપી છે. ભર ઉનાળે વાતાવરણમાં આવનારા આ પલટાને કારણે ખેડૂતો અને સામાન્ય જનતામાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Unseasonal Rain Forecast, Gujarat First

Advertisement

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાલમાં આકાશમાં 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (Upper Air Cyclonic Circulation) સિસ્ટમ સક્રિય થઈ છે. આ ઉપરાંત, એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) પણ ગુજરાતના વાતાવરણ પર સીધી અસર કરવા જઈ રહ્યું છે. આ સિસ્ટમોના સક્રિય થવાથી રાજ્યમાં આગામી 29 અને 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની પૂરેપૂરી શક્યતા છે. જણાવી દઇએ કે, હવામાન વિભાગે 2 દિવસ માટે 'યલો એલર્ટ' (Yellow Alert) જાહેર કર્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ગાજવીજ (Thunderstorm) સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. મુખ્યત્વે નીચેના જિલ્લાઓમાં માવઠાની અસર જોવા મળશે:

Advertisement

  • કચ્છ અને બનાસકાંઠા
  • સાબરકાંઠા અને અરવલ્લી
  • દાહોદ અને મહીસાગર

આ સમયગાળા દરમિયાન પવનની ગતિ પણ તેજ રહેશે. અંદાજે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન (Wind Speed) ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના (Coastal) વિસ્તારોમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફની રહેશે.

Gujarat Weather Alert

આ પણ વાંચો :  Gujarat: ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ!

માછીમારો માટે ચેતવણી - Gujarat Weather

દરિયાઈ પટ્ટી પર પવનના બદલાતા વહેણ અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને માછીમારો માટે ખાસ સૂચના (Instruction) બહાર પાડવામાં આવી છે. હવામાન વિભાગે 28 અને 29 માર્ચના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની કડક સલાહ આપી છે, જેથી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે નુકસાનથી બચી શકાય. બીજી તરફ ભલે વરસાદની આગાહી હોય, પરંતુ ગરમીનો પારો પણ ઊંચો જઈ રહ્યો છે. હાલમાં રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલું તાપમાન (Temperature) નીચે મુજબ છે:

  • અમરેલી: 38.5 ડિગ્રી (રાજ્યનું સૌથી ગરમ શહેર)
  • રાજકોટ: 38 ડિગ્રી
  • અમદાવાદ: 37 ડિગ્રી
  • ગાંધીનગર: 36.5 ડિગ્રી
  • કંડલા: 18.6 ડિગ્રી (સૌથી ઓછું લઘુતમ તાપમાન)

રાહતની વાત એ છે કે આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર (Change) થવાની શક્યતા નથી, પરંતુ ભેજ અને પવનને કારણે બફારો વધી શકે છે.

આ પણ વાંચો :  Unseasonal Rainfall in Gujarat : ભળશિયાળે માવઠાથી ધરતીપુત્રો ચિંતિત, ખેતીના પાક પર તોળાતું સંકટ

Tags :
Advertisement

.

×