Gujarati Top News : આજે 2 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં ?
- આજે ગાંધીનગરના 61મા Foundation Day ની ભવ્ય ઉજવણી કરાશે
- શહેરી વિકાસ વર્ષ 2025-26નો શુભારંભ કરવામાં આવશે
- આ કાર્યક્રમમાં CM Bhupendra Patel ની ગરિમામય ઉપસ્થિતિ રહેશે
- ગૃહ રાજ્ય મંત્રી Harsh Sanghvi આજે પાલીતાણામાં જૈનોના પવિત્ર ચાતુર્માસમાં હાજરી આપશે
Gujarati Top News : આજે ગાંધીનગરના 61મા સ્થાપના દિવસ (Foundation Day) ની ભવ્ય ઉજવણી કરાશે. જે નિમિત્તે શહેરી વિકાસ વર્ષ 2025-26 (Urban Development Year 2025-26) નો શુભારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ની ગરિમામય ઉપસ્થિતિ રહેશે. ગાંધીનગર ખાતે પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહ (Police Medal Ceremony) પણ યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓને સન્માનિત કરાશે.
પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી
આજે પીએમ કિસાન ઉત્સવ દિવસ (PM Kisan Utsav Diwas) ની ઉજવણી નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા કાર્યક્રમ યોજાશે. જેમાં વડાપ્રધાન મોદી ખેડૂતો સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે. ગુજરાતના 52.16 લાખથી વધુ ખેડૂત પરિવારોને સહાય ચુકવાશે. પ્રગતિશીલ ખેડૂતોને મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત પણ કરવામાં આવશે.
ગૃહ રાજ્ય મંત્રી પાલીતાણા જશે
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) આજે જૈન તીર્થ નગરી પાલીતાણામાં જૈનોના પવિત્ર ચાતુર્માસમાં હાજરી આપશે. પાલીતાણા ખાતે આવેલ મહારાષ્ટ્ર ભુવનમાં 600થી વધારે આરાધકો ચાતુર્માસની પૂજા અર્ચના કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Kuber Dindor : બોલો, મંત્રીજીની સલાહ સાંભળશો તો ચોંકી જશો! કહ્યું- બધી કામગીરી તંત્ર જ કરે..?
ગણપત યુનિ.માં ઉજવાશે પીએમ કિસાન ઉત્સવ દિવસ
આજે રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂત કુટુંબોને 1118 કરોડથી વધુના 20મા હપ્તા સ્વરૂપે dbt મારફતે સહાયનું વિતરણ કરાશે. જે સંદર્ભે મહેસાણા જિલ્લાના ખેરવા સ્થિત ગણપત યુનિ.માં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ આજે શનિવારે નવસારી જિલ્લાની મુલાકાતે પધારશે. જેમાં નવસારી સ્થિત તીઘરા લેઉવા પાટીદાર સમાજ વાડી ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ સમારોહ કાર્યક્રમમાં હાજરી આપશે.
આ પણ વાંચોઃ ઘરફોડ ચોરી કરી રિક્ષામાં માલસામાન વેચવા જતાં ત્રણ પકડાયા