Gujarat Police : ગુજરાત પોલીસનો દેશભરમાં ડંકો વાગ્યો, ચોરાયેલા મોબાઈલ ફોન રિકવર કરવાની કામગીરીમાં મેળવ્યો રિકવરી રેટ
- Gujarat Police ની મોટી કામગીરી આવી સામે
- ગુજરાત પોલીસે 46.71 ટકાના રિકવરી રેટ સાથે 53,564 હેન્ડસેટ મૂળ માલિકને પરત કર્યા
- અમદાવાદ ,ડાંગ અને ભાવનગર જિલ્લાના નોડલ અધિકારીઓને સન્માનિત કરાયા
- દેશના મોટા રાજ્યોની યાદીમાં રિકવરીની ટકાવારીમાં ત્રીજો ક્રમ
- પ્રભાવશાળી દેખાવને કારણે મોટા રાજ્યોની યાદીમાં ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા સ્થાને
Gujarat Police : ટેલિકોમ વિભાગ (DoT) અને ગુજરાત પોલીસના સંયુક્ત પ્રયાસોથી ગુજરાત રાજ્યે મોબાઈલ (mobile) હેન્ડસેટ રિકવરીમાં રાષ્ટ્રીય ફલક પર નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.ભારત (india) સરકારના 'સંચાર સાથી' પોર્ટલ અને CEIR મોડ્યુલના અસરકારક ઉપયોગ દ્વારા ગુજરાત, દેશના મોટા રાજ્યોની યાદીમાં રિકવરીની ટકાવારીમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મોબાઈલ રિકવરી ક્ષેત્રે ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે અભૂતપૂર્વ સફળતા મેળવી છે.
સમગ્ર ભારતમાં અત્યાર સુધીમાં 50,48,516 મોબાઈલ બ્લોક કરવામાં આવ્યા છે
જેની સામે ગુજરાતમાં કુલ 01,83,985 હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે.રાષ્ટ્રીય કક્ષાએ મોબાઈલ રિકવરીનો દર 32.06 ટકા છે,જ્યારે ગુજરાત પોલીસે 46.71 ટકાના રિકવરી રેટ સાથે 53,564 હેન્ડસેટ સફળતાપૂર્વક પરત મેળવ્યા છે.આ પ્રભાવશાળી દેખાવને કારણે મોટા રાજ્યોની યાદીમાં ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા સ્થાને રહ્યું છે.વર્ષ 2025-26ના ડેટા મુજબ CEIR રેન્કિંગમાં અમદાવાદ શહેર,ડાંગ અને ભાવનગર જીલ્લાએ શ્રેષ્ઠ કામગીરી કરી છે.જિલ્લાવાર કામગીરીની વિગતો જોઈએ તો,અમદાવાદ શહેરે સૌથી વધુ 25,500 બ્લોક વિનંતીઓ સામે 4935 હેન્ડસેટ રિકવર કરીને 56.70ના ફાઈનલ સ્કોર સાથે રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.ડાંગ જિલ્લો 328 બ્લોક વિનંતીઓ અને 77.33 ટકાના ઊંચા એક્યુરસી સ્કોર સાથે 54.89 પોઈન્ટ્સ મેળવીને બીજા ક્રમે રહ્યો છે.
Gujarat Police : ચોરાયેલા હેન્ડસેટનો દુરુપયોગ રોકવાનો મોટો પ્રયાસ
આ ઉપરાંત ભાવનગર જિલ્લાએ 634 બ્લોક વિનંતીઓ સામે 273 મોબાઈલ રિકવર કરી 53.44ના સ્કોર સાથે રાજ્યમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે.આ ડેટા દર્શાવે છે કે બ્લોક થયેલા 1,14,670 ટ્રેસ થયેલા હેન્ડસેટને શોધવામાં ગુજરાતના વિવિધ જિલ્લાના નોડલ અધિકારીઓએ મહત્વની ભૂમિકા ભજવી છે.અમદાવાદ શહેર 25,500 બ્લોક વિનંતીઓ સાથે વોલ્યુમ સ્કોરમાં 100 માંથી 100 ગુણ મેળવી પ્રથમ સ્થાને રહ્યું છે.ગુજરાત LSA દ્વારા અમલમાં મૂકાયેલા 'CEIR રેન્કિંગ ફ્રેમવર્ક' અંતર્ગત નાણાકીય વર્ષ 2025-26 માટે અમદાવાદ શહેર,ડાંગ અને ભાવનગર જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરી છે.રાજ્ય પોલીસ વડા ડો. કે.એલ.એન રાવે આ જિલ્લાના નોડલ અધિકારીઓને તેમની અનન્ય કામગીરી બદલ શીલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા. પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સુરક્ષા વધારવાનો,ચોરાયેલા હેન્ડસેટનો દુરુપયોગ રોકવાનો અને ટેલિકોમ સંબંધિત છેતરપિંડી પર અંકુશ મેળવવાનો છે.
આ પણ વાંચો : Local Body Elections : ગુજરાત પોલીસનું જડબેસલાક આયોજન


