Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gandhinagar: હવે ખેતી અને હેલ્થમાં ચાલશે AI! જાણો શું છે IAIRO પ્રોજેક્ટ?

Gandhinagar: CM ભૂપેન્દ્રભાઈ પટેલે ગિફ્ટ સિટીમાં દેશના પ્રથમ PPP મોડલ આધારિત ‘ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશન’ની જાહેરાત કરી છે. રુ. 300 કરોડના ખર્ચે 2026થી શરૂ થનાર આ પ્રોજેક્ટ શિક્ષણ, કૃષિ અને આરોગ્યમાં ક્રાંતિ લાવશે. ફાર્મા દિગ્ગજોના સાથ સાથે ગુજરાત હવે AI ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરવા સજ્જ છે. વાંચો સંપૂર્ણ વિગત.
gandhinagar  હવે ખેતી અને હેલ્થમાં ચાલશે ai  જાણો શું છે iairo પ્રોજેક્ટ
Advertisement
  • Gandhinagar:  2026ના પ્રારંભે રાજ્યને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની ભેટ
  • ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરાશે
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઓર્ગેનાઈઝેશનને મંજૂરી આપી

Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત @ 2047' ના વિઝનને સાકાર કરવા તરફ ગુજરાતે વધુ એક મજબૂત કદમ ઉઠાવ્યું છે. વર્ષ 2026ના પ્રારંભે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) દ્વારા ગુજરાતની જનતાને એક અભિનવ ભેટ આપવામાં આવશે. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી (GIFT City) ખાતે 'ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશન' (IAIRO) ની સ્થાપના કરવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ સાથે ગુજરાત પીપીપી (Public-Private Partnership) મોડલ પર આવી સંસ્થા સ્થાપનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

PPP મોડલ અને આર્થિક માળખું

આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગુજરાત સરકાર, ભારત સરકાર અને ખાનગી ઉદ્યોગોની ત્રિપક્ષીય ભાગીદારીથી સાકાર થશે. 1 જાન્યુઆરી 2026 થી કાર્યરત થનારા આ ઓર્ગેનાઈઝેશન માટે પ્રથમ પાંચ વર્ષનું અંદાજિત બજેટ રુ. 300 કરોડ નક્કી કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ખાનગી ભાગીદાર ત્રણેયનું સમાન એટલે કે 33.33 ટકા યોગદાન રહેશે. આ સંસ્થાની રચના કંપની અધિનિયમ 2013ની કલમ 8 હેઠળ 'નોન-પ્રોફિટ મેકિંગ ઇન્સ્ટિટ્યૂટ' તરીકે કરવામાં આવશે, જેનો મુખ્ય હેતુ નફો કમાવવાનો નહીં પણ ટેકનોલોજીકલ ઉત્ક્રાંતિ લાવવાનો રહેશે.

Advertisement

ફાર્મા સેક્ટરનું મહત્વનું યોગદાન

Advertisement

IAIRO માટે એન્કર પ્રાઇવેટ પાર્ટનર તરીકે 'ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ' (IPA) જોડાયું છે. IPAમાં સિપ્લા, સન ફાર્મા અને ટોરેન્ટ ફાર્મા જેવી દેશની અગ્રણી 23 ફાર્મા કંપનીઓનો સમાવેશ થાય છે. વર્ષ 2025-26 માટે IPA દ્વારા રુ. 25 કરોડનું પ્રારંભિક યોગદાન પણ જાહેર કરવામાં આવ્યું છે. આ ભાગીદારી દર્શાવે છે કે આવનારા સમયમાં હેલ્થકેર અને ફાર્મા ક્ષેત્રે AI કેવી રીતે ક્રાંતિ લાવશે. મુખ્ય ઉદ્દેશ્યો અને કાર્યક્ષેત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં કાર્યરત થનાર IAIRO એક 'મલ્ટી ડિસિપ્લિનરી હબ' તરીકે ઉભરી આવશે. તેના મુખ્ય કાર્યો નીચે મુજબ રહેશે:

  • આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સંશોધન કરવું.
  • શિક્ષણ, કૃષિ, આરોગ્ય અને અર્થવ્યવસ્થામાં AI ના ઉપયોગથી પ્રજાના જીવનધોરણમાં સુધારો કરવો.
  • શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને સરકાર વચ્ચે સેતુનું કાર્ય કરવું.
  • IAIRO હાઇબ્રિડ કમ્પ્યુટ મોડેલ પર કાર્ય કરશે.

ગ્લોબલ લીડર બનવાની નેમ

આ પહેલ ભારત સરકારના 'ઇન્ડિયા એ.આઈ. મિશન' અને ગુજરાત સરકારના 'એ.આઈ. એક્શન પ્લાન' સાથે સુસંગત છે. અગાઉ પણ મુખ્યમંત્રીએ રાજ્યમાં AI ટાસ્કફોર્સની રચના કરીને આ દિશામાં પાયો નાખ્યો હતો. IAIRO દ્વારા માત્ર ટેકનોલોજી જ નહીં, પરંતુ ભવિષ્ય માટે કુશળ માનવ સંસાધન (Skilled Workforce) પણ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Marriage Registration Rules: 'ભાગેડું લગ્ન'માં હવે તલાટી સીધી નોંધણી નહીં કરી શકે, શું માતા-પિતાની લેવાશે સંમતિ?

Tags :
Advertisement

.

×