Gandhinagar: શિક્ષકો માટે ખુશ ખબર, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી થશે, જાણો લાયકાત અને નિયમો
શિક્ષણ વિભાગે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત 'જ્ઞાન સહાયક'ની ભરતી કરવાનો ઠરાવ કર્યો છે. ટાટ પાસ ઉમેદવારો માધ્યમિક માટે 48 અને ઉચ્ચતર માધ્યમિક માટે 50 વર્ષની વય મર્યાદામાં અરજી કરી શકશે. તેમને અનુક્રમે 24,000 અને 26,000 રૂપિયા માસિક મહેનતાણું આપવામાં આવશે. આ નિર્ણય સરકારી અને અનુદાનિત શાળાઓમાં ખાલી જગ્યાઓ પૂરવા અને શિક્ષણ વ્યવસ્થા સુધારવા લેવામાં આવ્યો છે.
Advertisement
Good For Teachers: રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં ખાલી પડેલી જગ્યાઓને ભરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્ત્વપૂર્ણ અને વ્યાપક ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત હવે રાજ્યની માધ્યમિક (Secondary) અને ઉચ્ચતર માધ્યમિક (Higher Secondary) શાળાઓમાં જ્ઞાન સહાયક (Gyan Sahayak) ની નિમણૂક કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે કરાર આધારિત રહેશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શૈક્ષણિક કાર્યમાં કોઈ અવરોધ ન આવે તે સુનિશ્ચિત કરવાનો છે.

