Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

બાંગ્લાદેશી ઘૂસણખોરી પર ગૃહમંત્રીની પ્રેસ કોન્ફરન્સ: 'એક-એક ગેરકાયદે બાંગ્લાદેશીને વીણી-વીણીને ગુજરાત બહાર કાઢીશું'

Illegal Bangladeshi Arrested: ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું કે ગુજરાતમાંથી એક-એક બાંગ્લાદેશી ઘૂસણખોરને બહાર કઢાશે. અત્યાર સુધી 6200 શંકાસ્પદોની તપાસમાં 362 બાંગ્લાદેશી (Bangladeshi) ઝડપાયા છે, જ્યારે રેલવે-બસ સ્ટેશને નાકાબંધી દરમિયાન ભાગતા 18 ઘૂસણખોરો પકડાયા છે. હાલ કોઈ રાજકીય કનેક્શન મળ્યું નથી, પરંતુ ઘૂસણખોરોને આશરો આપનારા સામે પણ કડક ગુનો નોંધી કાર્યવાહી કરાશે.
બાંગ્લાદેશી ઘૂસણખોરી પર ગૃહમંત્રીની પ્રેસ કોન્ફરન્સ   એક એક ગેરકાયદે બાંગ્લાદેશીને વીણી વીણીને ગુજરાત બહાર કાઢીશું
Advertisement

Harsh Sanghavi Press Conference on Illegal Bangladeshi: ગુજરાતની આંતરિક સુરક્ષા, શાંતિ અને સલામતીને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા એક અભૂતપૂર્વ અને સઘન ઝુંબેશ 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' (Operation Delta Hunt) શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશન સંદર્ભે મહત્વની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) એ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે રાજ્ય સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ છે. રાજ્યની સરહદો ઓળંગી ગેરકાયદેસર આશરો લઈ રહેલા બાંગ્લાદેશી નાગરિકો અને ઘૂસણખોરો વિરૂદ્ધ કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. ગુજરાતના ખૂણે-ખૂણેથી શોધી કાઢી, તેમના પર કાયદાનો સકંજો કસી તેમને બાંગ્લાદેશ (Bangladesh) મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પકડાયેલા 362 ઘૂસણખોરોમાં મહિલા-બાળકો સામેલ, અમદાવાદમાંથી સૌથી વધુ ધરપકડ

આ ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 362 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 103 પુરુષ, 188 મહિલા અને 71 બાળકોનો સમાવેશ થાય છે. આ ઝુંબેશ દરમિયાન સૌથી વધુ 155 બાંગ્લાદેશી નાગરિકો અમદાવાદ (Ahmedabad) શહેરમાંથી પકડાયા છે. આ ઉપરાંત સુરત (Surat) શહેરમાંથી 84, અમદાવાદ ગ્રામ્ય (Ahmedabad Rural) માંથી 34, પૂર્વ કચ્છ-ગાંધીધામ (East Kutch-Gandhidham) માંથી 13 અને ભરૂચ (Bharuch) માંથી 12 સહિત વિવિધ વિસ્તારોમાંથી અવૈધ રહેતા બાંગ્લાદેશી નાગરિકો પકડાયા છે. આ ઉપરાંત 782થી વધુ શંકાસ્પદોની હાલ સઘન પૂછપરછ અને તપાસ ચાલી રહી છે.

Advertisement

Advertisement

પશ્ચિમ બંગાળથી નકલી આધાર કાર્ડ બનાવી ઘૂસ્યા, સ્થાનિક મદદગારો સામે પણ થશે એક્શન

તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ ઘૂસણખોરો વર્ષો પહેલાં પશ્ચિમ બંગાળ (West Bengal) ની સરહદેથી ભારતમાં ઘૂસ્યા હતા. ત્યાં સ્થાનિક વચેટિયાઓની મદદથી પશ્ચિમ બંગાળના લોકલ ડોક્યુમેન્ટ્સ બનાવી તેના આધારે ભારતના સત્તાવાર આધાર કાર્ડ (Aadhar Card) અને વોટર આઈડી (Water ID) મેળવ્યા હતા. હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, ટેક્નોલોજી અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી ખોટા દસ્તાવેજો, સિમ કાર્ડ (Sim Card) કે આશ્રય અને નોકરી આપનાર સ્થાનિક એજન્ટોની પણ ઓળખ કરાઈ રહી છે, તેમને પણ બક્ષવામાં આવશે નહીં. રેડ દરમિયાન રાજ્ય બહાર ભાગવાની કોશિશ કરી રહેલા અન્ય 18 શંકાસ્પદોને પણ બસ સ્ટેશનો અને રેલવે સ્ટેશનો પર નાકાબંધી કરીને ઝડપી પાડવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ સરહદ પર BSF ના ફેન્સિંગના કામ માટે ત્યાંની નવી સરકારે જગ્યા ફાળવી હોવાથી ભવિષ્યમાં આ ઘૂસણખોરી સંપૂર્ણ અટકશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

'સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ' ના વિશ્લેષણથી ફૂટ્યો ભાંડો

રાજ્યના પોલીસ વડા (DGP) ડો. કે. એલ. એન. રાવ (Dr. K. L. N. Rao) એ જણાવ્યું હતું કે, આ ઝુંબેશ સંપૂર્ણપણે ટેકનિકલ ડેટા પર આધારિત છે. 'સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ' (Cyber Centre of Excellence) દ્વારા બાંગ્લાદેશના નંબરો સાથે વાતચીત કરી હોય તેવા ભારતીય મોબાઈલ નંબરોનું વ્યાપક ટેલિકોમ વિશ્લેષણ (Telecom Analysis) કરવામાં આવ્યું હતું. તેના આધારે 6200થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓનો મોટો ડેટાબેઝ તૈયાર કરી ગેરકાયદેસર નેટવર્કને તોડવા જમીની કાર્યવાહી શરૂ કરાઈ છે. નાયબ મુખ્યમંત્રીએ આ એક જ રાતની અદ્ભુત કામગીરીને ગુજરાત પોલીસની 'ઐતિહાસિક સફળતા' ગણાવી તમામ પોલીસ યુનિટ્સને અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત પોલીસે 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' (Operation Delta Hunt) હેઠળ 362 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ કરી છે અને 782થી વધુ શંકાસ્પદોની પૂછપરછ ચાલુ છે. ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) ના જણાવ્યા મુજબ, પશ્ચિમ બંગાળ બોર્ડરથી ઘૂસી નકલી આધાર કાર્ડ બનાવનાર આ તત્વો અને તેમને આશ્રય-નોકરી આપનારા એજન્ટો સામે કડક કાર્યવાહી કરી ડીપોર્ટ કરાશે. DGP ડો. કે. એલ. એન. રાવે જણાવ્યું કે 'સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ' દ્વારા 6200 શંકાસ્પદોનો ડેટાબેઝ શોધી આ કાર્યવાહી કરાઈ છે.

આ પણ વાંચો: Surat Police News: સુરત પોલીસનો સપાટો, 'ઓપરેશન બાંગ્લાદેશી'માં 85 ઘૂસણખોરો ઝડપાયા

Tags :
Advertisement

.

×