Delhi AI Summit: વિરોધ પ્રદર્શન મુદ્દે DyCM હર્ષભાઈ સંઘવીએ કોંગ્રેસને આડે હાથ લીધી!
- Delhi AI Summit માં કોંગ્રેસના વિરોધ પર હર્ષભાઈ સંઘવીનું નિવેદન
- રાહુલ ગાંધીના ગુંડાઓએ AI સમિટમાં વિરોધ કર્યો: DyCM હર્ષભાઈ સંઘવી
- વિપક્ષ દ્વારા દેશને બદનામ કરવાનો પ્રયાસ: DyCM હર્ષભાઈ સંઘવી
Harshbhai Sanghavi Statement on Delhi AI Summit: દિલ્હીના ભારત મંડપમ (Bharat Mandapam) ખાતે આયોજિત ગ્લોબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ (AI Summit) દરમિયાન બનેલી હંગામાની ઘટનાએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. આ ઘટના અંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harshbhai Sanghavi) એ આકરા શબ્દોમાં વિરોધ પક્ષની આલોચના કરી છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે સમગ્ર વિશ્વ ભારતની ટેકનોલોજીકલ પ્રગતિ પર ગૌરવ લઈ રહ્યું છે, ત્યારે આવા કૃત્યો દેશની છબીને વૈશ્વિક સ્તરે નુકસાન પહોંચાડે છે.
AI Summit માં 'ગુંડાગીરી'થી દેશની છબી ખરડાઈ
DyCM હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી (Rahul Gandhi) ના ઈશારે કેટલાક ગુંડાઓ સમિટમાં ઘૂસી આવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે યુથ કોંગ્રેસ (Youth Congress) ના કાર્યકરોએ શર્ટ કાઢીને પ્રદર્શન કર્યું હતું, જે અત્યંત શરમજનક છે. DyCM વધુમાં કહ્યું "મારા જેવા લાખો યુવાનોને આ ઘટનાથી ઊંડું દુઃખ થયું છે. ભારત જ્યારે વિશ્વને દિશા બતાવી રહ્યું હોય ત્યારે પોતાના જ દેશમાં આવી અરાજકતા ફેલાવવી તે દુર્ભાગ્યપૂર્ણ છે."
Harshbhai Sanghavi on AI Summit
AI સમિટમાં Congress ના વિરોધ પર DyCM Harshbhai Sanghavi નો પ્રહાર; કહ્યું 'Rahul Gandhi ના ગુંડાઓ દેશને બદનામ કરી રહ્યા છે'@sanghaviharsh @CMOGuj @Bhupendrapbjp @PMOIndia @narendramodi @BJP4Gujarat @BJP4India @InfoGujarat #HarshSanghavi #Congress… pic.twitter.com/juF8GSJKlW— Gujarat First (@GujaratFirst) February 21, 2026
'વિપક્ષનું આ કૃત્ય દેશહિતની વિરુદ્ધમાં'
DyCM એ ચિંતા વ્યક્ત કરી હતી કે આ પ્રકારની ઘટનાઓનો લાભ પાકિસ્તાન (Pakistan) અને ચીન (China) જેવા પડોશી દેશો ઉઠાવી રહ્યા છે. વિરોધ પ્રદર્શનના વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થતાં ભારત વિરોધી તત્વો દેશને બદનામ કરવાની તક શોધી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વિપક્ષનું આ કૃત્ય દેશહિતની વિરુદ્ધમાં છે અને તે માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ છે.
પોલીસ કાર્યવાહી અને ધરપકડ
ગઈકાલે શુક્રવારે (Friday) જ્યારે AI સમિટ ચાલી રહી હતી, ત્યારે અચાનક થયેલા આ હંગામાને પગલે દિલ્હી પોલીસે (Delhi Police) ત્વરિત કાર્યવાહી કરી હતી. સુરક્ષામાં ભંગ બદલ અને ગેરવર્તણૂક કરવા બદલ પોલીસે અત્યાર સુધીમાં ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે કે આ પ્રદર્શન પૂર્વ આયોજિત હતું કે કેમ.
આ પણ વાંચોઃ ભાજપનો વિરોધ કરતાં કરતાં ભારતનો વિરોધ..! CM Bhupendrabhai Patel એ કોંગ્રેસને આપ્યો જવાબ


