Chintan Shibir: પાસાની ફાઈલ અને 'સ્વચ્છતા' મુદ્દે હર્ષભાઇ સંઘવી લાલઘૂમ: કલેક્ટરોને આપી કડક ચેતવણી!
- ગાંધીનગરમાં મહેસૂલ વિભાગની Chintan Shibir
- ચિંતન શિબિરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ટકોર
- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ કલેક્ટરને કરી ટકોર
- કલેકટર એ સાચા અર્થમાં પોતાના જિલ્લાના વડા છે
- કલેક્ટરે અમુક જ કામમાં સીમિત ન થવુ જોઈએઃ હર્ષભાઈ
- અમુક કામમાં જ સીમિત નથી થતાને તેની ચિંતા કરવાની જરૂર
- માત્ર રેવન્યૂ પૂરતી જ કલેક્ટરની જવાબદારી નથીઃ હર્ષભાઈ
- નાગરિકો સાથે સીધા જ સંવાદ કલેક્ટરે કરવા જોઈએ
- નાના ઉદ્યોગોને ગાંધીનગરના ધક્કા ન ખવડાવા જોઈએ
- MSME માટે કોઈએ ગાંધીનગર ધક્કો કેમ ખાવો જોઈએ?
Chintan Shibir Gandhinagar: ગાંધીનગર ખાતે આયોજિત મહેસૂલ વિભાગની ચિંતન શિબિર (Chintan Shibir) માં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (Harsh Sanghavi) એ હાજરી આપી હતી. આ શિબિરમાં તેમણે રાજ્યના જિલ્લા કલેક્ટરો (Collectors) ની કામગીરી પરત્વે કેટલીક ગંભીર ટકોર કરી હતી. તેમણે ખાસ કરીને પાસા (PASA) ની અરજીઓ અને કલેક્ટર કચેરીમાં સ્વચ્છતાના મુદ્દે અધિકારીઓને આડે હાથ લીધા હતા.
પાસાની અરજીઓ પર ત્વરિત અને તર્કબદ્ધ નિર્ણય લેવા તાકીદ
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કલેક્ટરો પાસે તડીપાર અને પાસાની અનેક અરજીઓ આવે છે, પરંતુ તે કાં તો લાંબા સમય સુધી પડી રહે છે અથવા તો યોગ્ય કારણ વગર રિજેક્ટ કરવામાં આવે છે. હર્ષભાઇ સંઘવીએ ભારપૂર્વક કહ્યું કે, "હું એમ નથી કહેતો કે100 ટકા અરજીઓ મંજૂર કરો કે રિજેક્ટ કરો, પરંતુ નિર્ણય લેતા પહેલા પ્રપોઝલ મોકલનાર પોલીસ અધિકારીને 2 મિનિટ માટે સાંભળવા જોઈએ." તેમણે વધુમાં ઉમેર્યું કે જો કોઈ પાસાની અરજી રિજેક્ટ કર્યા બાદ તે વ્યક્તિ ફરી ગુનો કરે, તો તે માટે નિર્ણય લેનાર પણ તેટલા જ જવાબદાર ગણાય. આનાથી કાયદો અને વ્યવસ્થા (Law and Order) ની સ્થિતિ વધુ મજબૂત બનશે.
Gandhinagar Chintan Shibir
કલેક્ટર ઓફિસમાં સફાઇ મુદ્દે નાયબ મુખ્યમંત્રીની ટકોર
કલેકટર ઓફીસને વધુ સ્વચ્છ બનાવવી જોઈએઃ હર્ષભાઈ
"કલેકટર ઓફિસના ટોયલેટ પ્રાઇવેટ ઓફિસ જેવા કેમ ન હોય?"
"માત્ર કલેક્ટરના જ ફ્લોર પર ટોયલેટ સાફ કેમ હોય?"@sanghaviharsh @BJP4Gujarat @CMOGuj @Bhupendrapbjp… pic.twitter.com/IxmeL3jkrb— Gujarat First (@GujaratFirst) May 7, 2026
કલેક્ટર ઓફિસના શૌચાલયો અને સ્વચ્છતા મુદ્દે વેધક સવાલ
સરકારી કચેરીઓમાં સ્વચ્છતાના અભાવ મુદ્દે પણ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે, "કલેક્ટર ઓફિસના ટોયલેટ (Toilet) પ્રાઇવેટ ઓફિસ જેવા કેમ ન હોઈ શકે? માત્ર કલેક્ટર જે ફ્લોર પર બેસે છે ત્યાં જ કેમ સફાઈ હોય છે?" તેમણે સૂચના આપી હતી કે સ્વચ્છતા સાથે બાંધછોડ કરતી એજન્સીઓને બ્લેક લિસ્ટ (Black List) કરવી જોઈએ અને આવી બાબતોમાં કોઈની પણ ભલામણ ધ્યાને લેવી જોઈએ નહીં.
નાગરિકો અને MSME એકમોને હાલાકી ન પડવી જોઈએ
કલેક્ટર એ સાચા અર્થમાં જિલ્લાના વડા છે અને તેમની જવાબદારી માત્ર મહેસૂલ (Revenue) પૂરતી સીમિત નથી. હર્ષભાઇ સંઘવીએ ટકોર કરી હતી કે નાના ઉદ્યોગો (MSME) ના પ્રશ્નો માટે ઉદ્યોગકારોને ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે તેવી વ્યવસ્થા જિલ્લા સ્તરે જ થવી જોઈએ. કલેક્ટરોએ નાગરિકો સાથે સીધો સંવાદ સાધવો જોઈએ જેથી વહીવટમાં પારદર્શિતા આવે.
આ પણ વાંચો: Bodeli: DyCM હર્ષભાઈ સંઘવીના પ્રચંડ પ્રહાર, "કોંગ્રેસીઓ ખેડૂતોના હક લૂંટીને મહેલો બનાવતા હતા"'


